ETV Bharat / state

Honeytrap In Kutch: ચામાં નશીલો પદાર્થ નાંખીને ગાયક કલાકારની અશ્લીલ ક્લિપ ઉતારી - બ્લેકમેઇલ કર્યો, 3 આરોપી સામે ફરિયાદ

કચ્છના ગાયક કલાકારનો અશ્લીલ વિડીયો બનાવી (Honeytrap In Kutch) વાયરલ કરવા મામલે 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાએ નશીલો પદાર્થ નાંખીને ચા પીવરાવી ગાયકનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ 2 લોકો દ્વારા પૈસા અને ફોન પડાવવામાં આવ્યા હતા અને અશ્લીલ વિડીયો વાયરલ કર્યો હતો.

Honeytrap In Kutch: ચામાં નશીલો પદાર્થ નાંખીને ગાયક કલાકારની અશ્લીલ ક્લિપ ઉતારી - બ્લેકમેઇલ કર્યો, 3 આરોપી સામે ફરિયાદ
Honeytrap In Kutch: ચામાં નશીલો પદાર્થ નાંખીને ગાયક કલાકારની અશ્લીલ ક્લિપ ઉતારી - બ્લેકમેઇલ કર્યો, 3 આરોપી સામે ફરિયાદ
author img

By

Published : Mar 17, 2022, 5:48 PM IST

કચ્છ: ભુજ તાલુકાના ચુબડક ગામના 58 વર્ષીય લોક ક્લાકારનો એક સ્ત્રી સાથે અશ્લીલ વિડીયો વાયરલ (Honeytrap In Kutch) થવાના મામલે ગાયક કલાકારને બ્લેકમેઇલ (Blackmailing Case In Kutch) કરનારા અંજારના શખ્સ અને ભુજની એક મહિલા વિરૂદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છી વયોવૃધ્ધ ગાયકની એક રૂમમાં નગ્ન હાલતમાં મહિલા સાથેની અશ્લીલ વિડીયો ક્લિપ વાયરલ (Kutch Singer Viral Clip) થતાં કચ્છમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નશીલો પદાર્થ નાંખીને ચા પીવરાવવામાં આવી- કલાકારને ગયા મહિનાની 20મી તારીખના રોજ ભુજ (Crime In Bhuj)માં એક મહિલાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશાવાળી ચા પીવડાવી હતી. મહિલા દ્વારા કલાકારને પીવડાવવામાં આવેલી ચામાં નશાયુક્ત ગોળીઓનું મિશ્રણ કરેલું હોઈ ચા પીધા બાદ ફરિયાદી બેહોશ થઈ ગયા હતા. થોડીકવાર બાદ મોબાઈલ ફોનની રિંગ વાગવા માંડતા તે હોશમાં આવ્યાં ત્યારે ફોન દૂર પડ્યો હતો અને શરીર પર એકપણ કપડાં નહોતા.

આ પણ વાંચો: Honey Trap Case in Surat : સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ, વિડિયો કર્યો જાહેર

આરોપીઓએ રોકડ રકમ અને ફોન પડાવી લીધા- ફરિયાદી ઊઠીને ફોન લેવા ગયો ત્યાં જ અચાનક 2 અજાણ્યા શખ્સો રૂમમાં આવી ચડ્યાં હતા. જેમાંનો એક દુધઈનો ઓસમાણ મિંયાણા હતો અને પઠાણી પહેરેલો બીજો શખ્સ ઓસમાણનો સાગરીત હતો. કલાકારને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂપિયા 12 હજાર રોકડ અને ફોન પડાવી લીધા હતા અને પોલીસનો ભય બતાવી વધુ નાણાની માગ કરી હતી. ગુનેગારો દ્વારા આ ક્લિપ વાયરલ (Viral Video Kutch) કરી નાંખવાની ધમકી સાથે 25 લાખની માંગણી કરાઇ હતી. આ બાબતમાં સામાજિક અગ્રણીઓની મધ્યસ્થી અને મહિલાએ અશ્લીલ વિડીયો ડિલીટ કરી નાંખ્યો હોવાની ખાતરી બાદ પોલીસ ફરિયાદ કરવામાં નહોતી આવી.

આ પણ વાંચો: Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં

મહિલા સહિત 3 સામે FIR દાખલ કરાઈ- જો કે ગાયક કલાકાર (kutch Singing artist)નો અશ્લીલ વિડીયો અચાનક વાયરલ થયો હતો અને આ વિડીયો તેના પરિવાર સુધી પહોંચી જતા અંતે ગાયક કલાકારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગાયક કલાકારની અશ્લીલ ક્લિપ વાયરલ થવા માંડી હતી અને ફરિયાદીને આ અંગે તેમના પત્નીએ જ જાણ કરી હતી. જેથી આજે તેમણે મહિલા, ઓસમાણ અને તેના સાગરીત મળી 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગુનેગારો વિરુદ્ધ આઈપીસી 384, 328 સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. હનીટ્રેપ અને બ્લેક મેલિંગના આ કેસમાં મહિલા સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.