- લૉકડાઉનના કારણે વેપારી અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ બગડશે
- અગાઉ પણ લૉકડાઉનના કારણે લોકોને નુકસાન થયું હતુંઃ હિન્દુસ્તાન નિર્માણ દળ
- હિન્દુસ્તાન નિર્માણ દળે કલેક્ટરને આવેદન આપી લૉકડાઉનનો વિરોધ કર્યો
ભુજઃ કોરોનાના કેસ વધતા ભુજમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ હિન્દુસ્તાન નિર્માણ દળે કલેક્ટરને આવેદનપત્ર આપી આ લૉકડાઉનનો વિરોધ કર્યો છે. હિન્દુસ્તાન નિર્માણ દળે કહ્યું કે, પહેલા પણ લૉકડાઉનના કારણે લોકોની હાલત ખરાબ થઈ હતી અને હવે જો ફરી લૉકડાઉન લગાવવામાં આવશે તો વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકોની હાલત ખરાબ થશે. એટલે કે કચ્છના હોદ્દેદારોએ ભુજમાં લગાવેલા સ્વૈચ્છિક લૉકડાઉન એ ખોટો નિર્ણય છે.
આ પણ વાંચોઃમહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉન
કોરોનાને મ્હાત આપવાનો વિકલ્પ લૉકડાઉન નથી
હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યએ રજૂઆત કરી હતી કે, ચૂંટાયેલા નેતાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય યોગ્ય નથી અને લૉકડાઉન એ કોરોનાને મ્હાત આપવાનો ઉપાય નથી. નાના વેપારીઓ અનેેે મધ્યમ વર્ગના લોકોની હાલત ગંભીર થશે. આ સાથે જ રોજનું રોજ કમાઈને ખાનારા પરિવારનું અર્થતંત્ર નબળું થઈ જશે.
આ પણ વાંચોઃ વલસાડમાં મંગળવારથી 10 દિવસ સુધી લૉકડાઉન રહેશે
ધારાસભ્ય 3 દિવસના લૉકડાઉન દરમિયાન કેશડોલ્સની જાહેરાત કરાવે એવી માગ
ભુજના ધારાસભ્યને ભુજના લોકોની ચિંતા હોય તો સરકાર પાસે આ ત્રણ દિવસ લૉકડાઉન દરમિયાન કેશડોલ્સ તરીકે 5,000 રૂપિયાના સહાયની જાહેરાત કરાવે. ભુજમાં અત્યારે રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનું રાત્રિ કરફ્યૂ તો છે જ.
લોકોના તમામ વેરા માફ કરવાની અપીલ કરાઈ
ભુજ નગરપાલિકાના હોદ્દેદારોને ભૂજવાસીઓની ચિંતા હોય તો લોકોના તમામ વેરાઓ માફ કરવામાં આવે એવી અપીલ પણ હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.