ETV Bharat / state

કચ્છમાં જિલ્લામાં 36 કલાકમાં પાંચથી દસ ઈંચ વરસાદ નોંધાયો, જુઓ તાલુકા મુજબ વરસાદી આંકડા

સુકા મલક કચ્છમાં મહેરબાન થયેલા મેઘરાજા છેલ્લા બે દિવસમાં કચ્છના તમામ તાલુકામાં અનારાધાર વરસ્યા હતા. સોમવારે સવારથી 12 કલાકમાં બે ઈંચથી સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રવિવારના સવારના છ વાગ્યાથી સોમવાર છેલ્લા 36 કલાકમાં જિલ્લાના તમામ ગામ-શહેરમાં 5 ઈંચથી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

heavy rain in gujarat
કચ્છમાં જિલ્લામાં 36 કલાકમાં પાંચથી દસ ઈંચ વરસાદ નોંધાયો
author img

By

Published : Aug 24, 2020, 10:18 PM IST

કચ્છઃ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં વધુ 50 ટકા વરસાદ સાથે ચાલુ સિઝનનો 212 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદના પગલે કચ્છમાં અનેક ડેમ બીજી વખત ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત અનેક ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે અને તળાવો છલકાઈ ગયા છે. વરસાદની આ સ્થિતીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે વિજળી પડવાથી પાંચ ભેસના મોત થયા છે.

heavy rain in gujarat
નખત્રાણા-અબડાસા ગામનો માર્ગ ધોવાયો

કચ્છમાં શ્રાવણ મહિનાના અંતથી જ વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારે કચ્છની ધરતી પર છેલ્લા 36 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લાના નખત્રાણા-અબડાસા વિવિધ ગામના માર્ગો ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર પડી છે. જ્યારે શહેરમાં નીંચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા છે. જેના પગલે જનનજીવન અતિ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

ભૂજ સ્થિત ડિઝાસ્ટર મામલતદાર કચેરીના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે સવાર સુધીમાં કચ્છમાં 162 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સોમવાર સહિતના વરસાદ બાદ ટકાવારી મુજબ કચ્છમાં 212.11 ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં તમામ તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં વિગતવાર આંકડા જોઇએ તો,

  • અંજારમાં 251 mm
  • અબડાસામાં 242 mm
  • ગાંધીધામમાં 181 mm
  • નખત્રાણામાં 126 mm
  • ભચાઉમાં 233 mm
  • ભૂજમાં 173 mm
  • મુંદરામાં 139 mm
  • માંડવીમાં 184 mm
  • રાપરમાં 225 mm
  • લખપતમાં 139 mm

આ ઉપરાંત કચ્છના તમામ તાલુકામાં સિઝનનો વરસાદ જોઈએ તો, અંજારમાં 1031 mm, અબડાસમાં 466 mm, ગાંધીધામમાં 645 mm, નખત્રાણામાં 714 mm, ભચાઉમાં 753 mm, ભૂજમાં 837 mm, મુંદરામાં 1030 mm, માંડવીમાં 1288 mm, રાપરમાં 589 mm અને લખપતમાં 393 mm વરસાદ નોંધાયો છે.

કચ્છમાં જિલ્લામાં 36 કલાકમાં પાંચથી દસ ઈંચ વરસાદ નોંધાયો

કચ્છમાં સરેરાશ તમામ તાલુકામાં સિઝન દરમિયાન 16 ઈંચ વરસાદની સરેરાશ સામે આ વર્ષે 16 ઈંચથી 51 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં લખપત તાલુકામાં 16 ઈંચ અને માંડવીમાં સૌથી વધુ 51 ઈંચ વરસાદ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.