ETV Bharat / state

Heatwave In Gujarat: રાજ્યમાં આવતીકાલથી હીટવેવની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું - અમદાવાદમાં હીટવેવ

રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હીટવેવની (Heatwave In Gujarat) અસર રહેશે તેવી આગાહી છે. બનાસકાંઠા અને કચ્છ સહિતના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યના 7 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.

Heatwave In Gujarat: રાજ્યમાં આવતીકાલથી હીટવેવની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું

author img

By

Published : Mar 30, 2022, 10:49 PM IST

કચ્છ: રાજ્યના હવામાન (Weather of Gujarat)માં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જો કે છેલ્લાં 5 દિવસોથી હીટવેવ (Heatwave In Gujarat)ની આગાહી વચ્ચે ગરમીના પ્રમાણમાં ફરી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે. રાજ્યના 7 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું.

હવામાનમાં 1થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાશે- રાજ્યના હવામાનમાં આવતીકાલથી નોંધપાત્ર ફેરફાર નોંધાશે. આજે રાજ્યના હવામાનમાં 1થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાશે. આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે. સાથે સાથે અમુક જિલ્લાઓમાં હીટવેવ (Heatwave In Districts Of Gujarat)ની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગ (meteorological department gujarat)ની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Navsari Weather Change : ગરમી સાથે વાદળછાયું વાતાવરણ, બફારો વધ્યો

મહાનગરોમાં હીટવેવની અસર વર્તાશે- રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે. બનાસકાંઠા (Heatwave In Banaskantha), સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ (Heatwave In Ahmedabad), સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યના 7 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.

ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર- રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર (Hottest city in Gujarat) રહ્યું હતું. જ્યારે જૂનાગઢમાં 41.5, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગર અને વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ

ચામડી દઝાડે તેવી ગરમી પડશે- માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા હોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

અમદાવાદ41.0
ગાંધીનગર 40.6
રાજકોટ41.3
સુરત35.4
ભાવનગર36.9
જૂનાગઢ 41.5
બરોડા 40.6
નલિયા35.2
ભુજ41.8
કંડલા36.1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.