વર્ષ 2006માં હમીરસર તળાવને ભરવા માટે એક પાઈપલાઈન નખાવામાં આવી હતી. જે લાઈનનું ટેસ્ટિંગ કરીને પાણી પહોંચે છે કે કેમ તે ચકાસાયું હતું. તે જાણીને હમીરસરની લાગણીઓનું ઘોડાપુર શરૂ થયું હતું. જો કે પાણી ટેસ્ટીંગ બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ વચ્ચે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર સોલંકી દ્વારા નગરપાલિકાના પ્રમુખ અધિકારીને સંબોધી લેખિત નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ, નગરપાલિકા હસ્તકની ભુજીયા ટાંકી પરથી શહેરની અંતરીક્ષ વિતરણની પાઇપલાઇનમાંથી હમીરસર તળાવ ભરવા મહાદેવ નાકા નજીક નખાયેલ 250 મીમી વ્યાસનું ટાપિગ કરી લાઈનમાં પાણી શરૂ કરાયું હતું. જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું હતું.
બંધ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી પીવા તથા ઘર વપરાશ માટે ફાળવવામાં આવે છે. જેનો ઉપયોગ તળાવ ભરવામાં કરી શકાય નહિં. જો આ કામ બંધ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ નોટિસમાં જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જો ઉપરોક્ત લાઈન ચાલુ હોય તો તે અંગે ઉચ્ચકક્ષાને રજૂઆત કરી વધારાનું ૫ એમએલડી પાણીની માગણી કરી શકાય. બીજી તરફ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર વાતને લોલીપોપ ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમણે લોકોને ખોટા સપના બતાવીને તેની લાગણીઓ દુભાવી છે તેવો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત જે લાઇનથી ટેસ્ટિંગ કરાયું તેના વડે જ પાણી ભરવાનું આયોજન થાય તે તો 200 દિવસે ભરાય એવું ખુદ પાલિકા માને છે. લોકોની લાગણીઓ જોડે રમીને સરકાર નિશ્ચિંત થઈ જાય છે. જે દુ:ખની વાત છે.