ETV Bharat / state

ભુજ વિધાનસભા બેઠકના સ્થાનિકોની સમસ્યાઓનો પાર નથી

કચ્છની 6 વિધાનસભા બેઠક ( GujaratElection2022 ) પૈકી અમુક બેઠકો પર સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat )ની વાત કરવામાં આવે તો અત્યારે પાણીની સમસ્યાઓ, રસ્તાઓની સમસ્યાઓ, ગટરની વ્યવસ્થા, સ્વચ્છતા, વરસાદી પાણીના નિકાલની વગેરે જેવી સમસ્યાનો સામનો ( Local Problems ) સ્થાનિકો કરતા જોવા મળી રહ્યા છે.

ભુજ વિધાનસભા બેઠકના સ્થાનિકોની સમસ્યાઓનો પાર નથી
ભુજ વિધાનસભા બેઠકના સ્થાનિકોની સમસ્યાઓનો પાર નથી
author img

By

Published : Nov 4, 2022, 8:36 PM IST

કચ્છ કચ્છની છ વિધાનસભા બેઠક ( GujaratElection2022 ) પૈકીની ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat ) ની વાત કરવામાં આવે તો, છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. છેલ્લી બે ટર્મથી હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ( Nimaben Acharya ) આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. ભુજ બેઠક કચ્છનું પાટનગર ગણાય છે.આ વિસ્તારમાં ગટરની સૌથી મોટી સમસ્યાનું ( Local Problems )હજુ પણ નિરાકરણ આવ્યું નથી.

દર બીજાને ત્રીજા દિવસે લોકો મોરચો લઈને રજૂઆતો કરવા માટે જતા હોય છે

વિધાનસભા બેઠક પર મતદારો ભુજ વિધાનસભા બેઠકમાં 2,90,952 લાખ મતદારો નોંધાયેલ છે. 1,47,483 પુરુષ, 1,43,468 મહિલા, અન્ય 1 નો સમાવેશ થાય છે. બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારો પણ મહત્ની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.ભુજ-કચ્છની ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat )માં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

બેઠક પર ધારાસભ્યની સ્થિતિ 1962માં અહીં ( Bhuj Assembly Seat ) પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં SWAના ગુલાબશંકર અમૃતલાલ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર કુંદનલાલ જશવંતરાયને હરાવ્યા હતા. વર્ષ 1967માં એમ.એમ.મહેતાએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી. વર્ષ 1972માં રામજી ઠક્કરે કોંગ્રેસ પક્ષમાંથી જીત મેળવી હતી. વર્ષ 1975માં કુંદનલાલ ધોળકિયાએ inc(o) પક્ષમાંથી જીત મેળવી હતી.1980માં કોંગ્રેસના મોહનલાલ શાહે જીત મેળવી હતી.વર્ષ 1985માં કોંગ્રેસના કુમુદીની પંચોલીએ જીત મેળવી હતી.1990માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુષ્પદાન ગઢવીએ જીત મેળવી હતી.1995,1998માં ભાજપના મુકેશ ઝવેરીએ જીત મેળવી હતી.વર્ષ 2002માં કોંગ્રેસના શિવજીભાઈ આહિરે કમાન સંભાળી હતી.તો વર્ષ 2007માં ભાજપમાંથી વાસણભાઇ આહિરે જીત મેળવી હતી. વર્ષ 2012 અને 2017 માં સતત બે ટર્મથી ભાજપના અને હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ( Nimaben Acharya )આ બેઠક પર જીતી રહ્યા છે.

બેઠક અંગે વિપક્ષનું વલણ પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલ ભુજ વિધાનસભા બેઠકની સમસ્યાઓ ( Local Problems )અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે,ભુજ વિધાનસભા ( Bhuj Assembly Seat )ની વાત કરીએ એટલે સમગ્ર કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ અને ભુજના ધારાસભ્ય ( Nimaben Acharya )અત્યારે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. કઈ સમસ્યા ભુજમાં નથી એની વાત કરો. ભુજ નગરપાલિકામાં દર બીજાને ત્રીજા દિવસે લોકો મોરચો લઈને રજૂઆતો કરવા માટે જતા હોય છે.ભુજના લોકોને પીવાના પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવતું. ખેડૂતોના પ્રશ્નો હોય કે માટે પાયે ખેડૂતોએ અહીં આંદોલન કર્યા તેમ છતાં તેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા નહીં કોઈ ધારાસભ્ય કે સાંસદે ખેડૂતોની મદદ ન કરી અને 45-45 દિવસો સુધી ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર આંદોલન કર્યા તો આનાથી વધારે શરમજનક બાબત કંઈ હોઈ શકે.

બેઠક અંગે સ્થાનિકોનો મત સ્થાનિક કે. ડી.જાડેજાએ ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat )ની સમસ્યા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે,રોડ, રસ્તા, ગટર જ્યાં પણ જોવા જાવ ત્યાં સમસ્યા સમસ્યા ( Local Problems )જ છે.અત્યારે ભુજ સિટીમાંથી કોઈ પણ ઠેકાણે નીકળો તો રસ્તા બરોબર નથી. ખાવડાનો મેઇન રોડ છે જે અત્યારે ટોલગેટ ઉભો કરવામાં આવ્યો છે ત્યાં 350 કરોડ સુધી જેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. ભુજ સિટીની અંદર જોઇએતો ચાલતા રોડ રસ્તા તૂટેલા તૂટેલા હોય છે.પ્રજાને જે સમસ્યાઓ નિવારણ માટે જે નેતાઓ વાયદાઓ કરતા હોય એ ખાલી ઇલેક્શન પૂરતા જ વાયદા કરે છે ઇલેક્શન પત્યા પછી નેતાઓના પણ ફોન ઉપાડતા નથી અને એના મળતીયાઓ પણ જે વોટ માંગવા આવે છે એ પણ ફોન નથી ઉપાડતા અને સાહેબ મિટિંગમાં છે આવો સતત અને સતત આવી જ રિંગ વાગતી હોય છે. ખાસ કરીને જે અધિકારીઓ છે એ લોકો પણ હવે બેફામ બની ગયા છે એવી નેતાથી નથી બીતા કે નથી બીતા પ્રજાથી અને એમને ખાલી ટકાવારીથી જ મતલબ છે. કચ્છની પ્રજા દુષ્કાળ હોય કે પછી પાણીની સમસ્યા કહો કે તમે કાંઈ પણ વસ્તુ કહો તો કચ્છની પ્રજા બહુ દુઃખી છે અને એના પાછળ જવાબદાર નેતા અને મોટા મોટા અધિકારીઓ છે. જો હવે આવી રીતે જ રહ્યું તો આવનારા દિવસોની અંદર કચ્છની પ્રજા આ નેતાઓને પણ જવાબ આપશે.

અન્ય સ્થાનિક દતેશ ભાવસારે ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat )ની સમસ્યા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છના પાટનગર ભુજમાં રમત ગમત માટે એક પણ ઇંચ જમીન અત્યારના ધારાસભ્ય કે પૂર્વ એકેય ધારાસભ્ય સંરક્ષિત રાખી નથી શક્યા. કોઈએ રમત ગમતનું મેદાન બનાવીને નથી દઈ શક્યા છે.પાયાની સુવિધા હોસ્પિટલની વાત કરવામાં આવે તો જી.કે.જનરલ હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે, એના સિવાય ભુજમાં એક પણ સરકારી એવી હોસ્પિટલ નથી કે જ્યાં લોકોને સામાન્ય સારવાર મળે. સ્થાનિક રોજગારીની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જ્યારે ટેક્સ હોલીડે લેવાની વાત હતી ત્યારે અનેક કંપનીઓ આવીને ટેક્સ હોલીડે લીધા પણ સ્થાનિક લોકોને રોજગારીના નામે હમેશા ઠેંગો જ દેખાડ્યો છે એની અનેક ફરિયાદો થઇ પણ અને અંતે ક્યાંક ને ક્યાંક રાજકીય લોકો એની સાથે સંકળાયેલા હોય એ કંપનીઓ વિરોધ પણ થયો પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી એટલે ભુજના લોકોની સમસ્યાઓ ( Local Problems )અપરંપાર છે એવું કહીએ તો પણ વધારે નહીં કહેવાય.

હાલના ધારાસભ્યએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )જાહેર થઈ છે ત્યારે વાત કરવામાં આવે કચ્છની વિધાનસભા બેઠકોની તો 6 બેઠકો પૈકીની એક ભુજ વિધાનસભા બેઠક ( Bhuj Assembly Seat )કે જ્યાં છેલ્લાં 15 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે.ત્યારે ભુજ વિધાનસભા મતવિસ્તારના મતદારો અને વિપક્ષ સાથે વાતચીત કરતા બેઠકની કેટલીક સમસ્યાઓ ( Local Problems ) સામે આવી છે. અનેક વર્ષોથી ધારાસભ્યો બદલાયાં છતાં પણ હજી સુધી ગટર ડ્રેનેજની ,વરસાદી પાણીના નિકાલની તથા પીવાના પાણીની, રોડ રસ્તાની ગુણવતાની સમસ્યાનો હજી સુધી અમુક વિસ્તારોમાં નિરાકરણ આવ્યું નથી.અનેક વર્ષોથી અમુક સમસ્યાઓ સ્થાનિક લોકોને હજી પણ સતાવી રહી છે ત્યારે ભુજ વિધાનસભા બેઠકના હાલના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય ( Nimaben Acharya ) કે જેઓ સાથે સાથે હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે તેઓએ આ સમસ્યા તેમજ વિપક્ષના આક્ષેપો અંગે વિધાનસભાના અધ્યક્ષ હોવાથી પાર્ટી તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.