કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં આજે 1 થી 2 ડિગ્રી જેટલો (Gujarat Weather Report) ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના જિલ્લાઓમાં ફરી મહતમ તાપમાનના પારામાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. ગરમીના પ્રમાણમાં આમ તો નહિવત ઘટાડો કહેવાય, પરંતુ અગાઉ જે હિટવેવની અસર સર્જાય હતી તે આજે નહીં વર્તાય.
આ પણ વાંચો : આજની પ્રેરણા
ધરતી પર ધગધગતો તાપ - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 36 ડિગ્રીથી 41 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં (Today Heat Temperature) ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Horoscope for the Day 19 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન જૂનાગઢ ખાતે 41 ડિગ્રી, ભુજ, ગાંધીનગર,રાજકોટ અને અમદાવાદ ખાતે 40.0 ડિગ્રી નોંધાયું છે તો કંડલા અને બરોડા ખાતે 38 ડિગ્રી તો ભાવનગર અને સુરત ખાતે 37 ડિગ્રી અને કચ્છના નલિયા ખાતે 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | મહતમ |
અમદાવાદ | 40.0 |
ગાંધીનગર | 40.0 |
રાજકોટ | 40.0 |
સુરત | 37.0 |
ભાવનગર | 37.0 |
જૂનાગઢ | 41.0 |
બરોડા | 38.0 |
નલિયા | 36.0 |
ભુજ | 40.0 |
કંડલા | 38.0 |