કચ્છ : રાજ્યના હવામાનમાં ફરીથી પલટો આવતા આજે લઘુત્તમ તાપમાન(Gujarat Weather Report) પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં પલટો (Cold Temperature in Gujarat) આવ્યો છે. આ ઉપરાંત આજે લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 11 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 14.6 |
ગાંધીનગર | 14.3 |
રાજકોટ | 16.3 |
સુરત | 17.1 |
ભાવનગર | 16.6 |
જૂનાગઢ | 13.0 |
બરોડા | 16.0 |
નલિયા | 11.0 |
ભુજ | 16.0 |
કંડલા | 14.5 |