ETV Bharat / state

ભુજ ખાતે પ્રવાસીઓ માટેની વે-સાઈડ એમેનિટિઝ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે

ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા તૈયાર કરવામાં આવેલી ભુજની વે-સાઈડ એમેનિટિઝ ધૂળ ખાઈ રહી છે. અત્યારે રણોત્સવ અને વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. જો પ્રવાસીઓને ઉપયોગમાં આવતી એમેનિટિઝ કાર્યાન્વિત ના હોય તો તેનો શો ફાયદો??? વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક Gujarat Tourism Way Side Amenities Mirjapar Highway Samkhiyana CCTV Water Cooler Tourists Ranotsav

ભુજ ખાતે પ્રવાસીઓ માટેની વે-સાઈડ એમેનિટિઝ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે
ભુજ ખાતે પ્રવાસીઓ માટેની વે-સાઈડ એમેનિટિઝ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 5:58 PM IST

બંધ અવસ્થામાં વે-સાઈડ એમેનિટિઝનું હજારોનું બિલ

ભુજઃ પ્રવાસીઓને યોગ્ય માહિતી, રહેવાની તેમજ જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વે-સાઈડ એમેનિટિઝ ઊભી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે 3 વર્ષ અગાઉ ભુજમાં પણ આ પ્રકારની એમેનિટિઝ ઊભી કરવામાં આવી હતી.આ એમેનિટિઝમાં સીસીટીવી,લાઈટ, પંખા અને વોટરકૂલર જેવી સગવડો કરવામાં આવી હતી. કરોડના ખર્ચે તૈયાર થયેલ આ એમેનિટિઝ આજે ધૂળ ખાઈ રહી છે.

કચ્છમાં પ્રવાસીઓનો ધસારોઃ છેલ્લાં બે દાયકાથી કચ્છમાં વિકસેલા પ્રવાસનને લીધે કચ્છમાં રણોત્સવ અને દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા એટલી હોય છે કે જિલ્લાના મુખ્ય મથક ભુજની બધી જ હોટેલ અને ગેસ્ટ હાઉસ ફૂલ થઈ જાય છે. તેથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 3 વર્ષ પહેલાં કચ્છમાં સામખિયાળી, આડેસર અને ભુજની સરહદે મિરજાપર હાઈવે પર વે- સાઈડ એમેનિટિઝ સ્થાપી હતી. જો કે 3 વર્ષ થયા છતા હજુ સુધી તે કાર્યરત ન થતા અવાવર અવસ્થામાં ધૂળ ખાઈ રહેલી જોવા મળે છે.

વિશ્રામ ગૃહ જર્જરિત હાલતમાંઃ પ્રવાસીઓને યોગ્ય માહિતી મળી રહે, રાકાવા તેમજ જમવાની યોગ્ય સગવડ મળી રહે તે માટે કરોડોના ખર્ચે આ વે-સાઈડ એમેનિટિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે આ એમેનિટિઝની વર્તમાન સ્થિતિ કોઈ ભૂતબંગલાથી કમ નથી. એક ગેટ ખુલ્લો છે, બીજા ગેટ પર આડશ તરીકે બાવળ મુકવામાં આવ્યા છે, પ્રવાસીઓના રોકાવા માટેના રુમનો દરવાજો કોઈએ તોડવાની કોશિશ કરી હોય તેવો છે. તેના પર તિરાડો પડી ગઈ છે. કેમ્પસમાં ઠેર ઠેર ધૂળના થર જામી ગયા છે. દિવાલોના પણ પોપડા ઊખડી ગયા છે. 3 વર્ષથી બિનવપરાશ સ્થિતિમાં હોવા છતા દર બે મહિને 4,185 જેટલું સરેરાશ લાઈટ બિલ આવે છે. 3 વર્ષનું કુલ બાકી લાઈટબિલ 67,883 રુપિયા છે. આ લાઈટબિલ ગુજરાત પ્રવાસન વિભાગ, મિરજાપર હાઈવે ઓફિસના નામે આવે છે.

બીજો વિકલ્પઃ ગુજરાત પ્રવાસન વિભાગની આ એમેનિટિઝ માટે જિલ્લા તંત્રને આશા છે. જો આ એમેનિટિ કલેક્ટર કચેરી હસ્તક સોંપવામાં આવે તો પ્રવાસીઓને તેનો લાભ મળી શકે છે. આ એમેનિટિઝ કાર્યરત થતા કચ્છમાં આવતા પ્રવાસીઓને કચ્છના ફરવાલાયક સ્થળો, હોટલ, ટ્રાવેલ્સ વિષયક માહિતી તેમજ રહેવા-જમવાની સગવડ પ્રવાસીઓને અહીંથી પૂરી પાડી શકે તેમ છે. ગુજરાત પ્રવાસન નિગમના ભુજ પ્રોજેક્ટ ટીમના ઝોનલ ઈજનેરને આ મુદ્દે સંપર્ક કરાતા તેમને પ્રોજેક્ટ વિશે વધુ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. હવે આ મુદ્દે ગુજરાત પ્રવાસ વિભાગ કોઈ નક્કર પગલાં ક્યારે ભરે તે જોવું રહ્યું.

ગુજરાત પ્રવાસન વિભાગ નિગમ દ્વારા વે-સાઈડ એમેનિટિઝ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ધોરણે કાર્યાન્વિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના માટે 6 જૂન 2022થી અત્યાર સુધી 3 વાર ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ કોઈએ તેમાં રસ દાખવ્યો નથી. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી છે...અમિત અરોરા(કલેક્ટર, કચ્છ)

અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 3 વાર ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. તેથી વે-સાઈડ એમેનિટિઝ કાર્યાન્વિત થઈ શકી નથી. આગામી સમયમાં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી બાદ આ એમેનિટિઝ પ્રવાસીઓ માટે કાર્યરત થઈ જશે...સૌરભ પારધી(કમિશ્નર, ગુજરાત ટૂરિઝમ)

  1. Rann Utsav 2023-2024: કચ્છમાં વિશ્વ વિખ્યાત 'રણોત્સવ'નો પ્રારંભ થયો, ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ
  2. World Tourism Day : કચ્છના સફેદ રણમાં આ વર્ષે ક્યારે યોજાશે રણોત્સવ અને શું હશે તેની વિશેષતાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.