ETV Bharat / state

Gujarat Padma Shri: 400 વર્ષ જૂની રોગાન આર્ટ માટે કચ્છના કારીગરને પદ્મશ્રી એવોર્ડ - Pm modi Rogan art

સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે, જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે અને કચ્છના રોગાન આર્ટિસ્ટ અબ્દુલગફુર ખત્રીને આ કળા માટે 2019માં પદ્મશ્રી એવોર્ડ (Gujarat Padma Shri)થી નવાજવામાં પણ આવ્યા છે.

Gujarat Padma Shri: 400 વર્ષ જૂની રોગાન આર્ટ માટે કચ્છના કારીગરને પદ્મશ્રી એવોર્ડ

author img

By

Published : Feb 6, 2022, 6:11 PM IST

કચ્છ: જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટ (Padma Shri Rogan Art)ની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટ (Pm modi Rogan art)નો નમુનો ભેટ આપેલ હતો.

Gujarat Padma Shri: 400 વર્ષ જૂની રોગાન આર્ટ માટે કચ્છના કારીગરને પદ્મશ્રી એવોર્ડ

રોગાનકલામાં એક નવો અધ્યાય

નખત્રાણા તાલુકાના નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જ જોવા મળતો છાપકામ (રોગાન) કસબ પાછળથી એ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રો (Rogan art clothe)નું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ ભારે ફૂલ્યો ફાલ્યો. જ્યારે એ જ કલા સાથે સંકળાયેલો એક પરિવાર આ કલાને મૂકી દીધા બાદ છેલ્લા એક દાયકાથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો છે.

રોગાનના કલાત્મક રંગો છાંટી એક નવું ટ્રેન્ડ

રોગાન આર્ટ કે જેમાં બારીકાઇથી કંડારવામાં આવેલી રોગાન (400 year old Rogan art)ની કૃતિઓ દેશમાં જ નહીં સાત સમંદર પાર પહોંચી છે. આ પરિવારના સભ્યોએ વિક્રમરૂપ કલા પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યા છે. લુપ્ત થતી આ કળાને પુન: જીવંત કરવા અહીંના કારીગરોએ મનમાં ગાંઠ વાળી છે. એટલું જ નહીં પોતાના દાદાની કંડારેલી કેડીએ ચાલી સમયની માંગ મુજબ અબ્દુલગફૂર ખત્રી અને તેમના પરિવારના 10 સભ્યોએ કાપડ પર રોગાનની અવનવી ડિઝાઇન તો કંડારે છે, સાથે ફેશનના જમાના સાથે કદમ મિલાવી મહિલા-પુરુષના વસ્ત્રો પર રોગાનના કલાત્મક રંગો છાંટી એક નવું ટ્રેન્ડ રોગાનકલામાં શરૂ કર્યું છે.

અગાઉ માત્ર કોટન કાપડ પર જ આ કળા સીમિત હતી

રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોગાનના રંગો ફેલાવવા આહ્વાન

આ ઉપરાંત આ યુવા કસબીએ શર્ટ અને ઝભ્ભાના કોલર, બાંય, બટનપટ્ટીની બંને બાજુ તેમજ નીચે કોરમાં રોગાનની બારીક ડિઝાઇનથી કંડારી પુરુષ વસ્ત્રોમાં રજવાડી જેવો ઠાઠ ઊભો કરતાં ખાસ કરીને યુવાવર્ગ માટે રોગાન વસ્ત્રકલમાં એક નવી રોનક ઊભી થઇ છે. ખત્રી રીઝવાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતા ફેશન શો પણ રોગાનના રંગોથી સજાવવાના નેમ સાથે પોતાના દાદાનું સપનું સાકાર કરવાની નેમ પણ ધરાવે છે.ઉલ્લેખનીય છે કે, સાડાચાર દાયકા અગાઉ મ. છાપરા હસણભાઇ ખત્રીને દક્ષિણ એશિયાની સંસ્થા હાઇડલ બર્ગ જર્મનીએ આ કલાની કદરરૂપ સર્ટિફિકેટ દ્વારા સન્માન કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોગાનના રંગો ફેલાવવા આહ્વાન કર્યું હતું.

ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે: અબ્દુલગફુર ખત્રી

અબ્દુલભાઇએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે. આ ચાર દાયકાની કલા ઉપાસનામાં અનેક કલા એવોર્ડ મેળવી કચ્છ (Kutch Padma Shri ), રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. ગૌરવપૂર્ણ પદ્મ સન્માનની જાણકારી મળ્યા બાદ ખૂબ જ આનંદિત આ કલાકારે જણાવ્યું હતું કે સંઘર્ષ, વડીલોની દુવા, દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ, ગામના સહયોગ થકી જ મારી કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું, કારણ કે હું એક કચ્છી છું, કારણ કે કચ્છ માટે આ ગૌરવપ્રદ બાબત છે.

આ પણ વાંચો: Junagadh Carrot Cultivation: જૂનાગઢના ખેડુતને ગાજરની ખેતીએ અપાવ્યુ પદ્મશ્રી સન્માન

રોગાનકલા કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત

પર્સિયાની ચાર સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કસબ આઠ પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા નિરોણાના અબ્દુલગફુર ખત્રી રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકયા છે. અબ્દુલભાઇ કચ્છમાં રોગાનકલાનો વારસો ધબકતો રાખનાર આઠ પેઢીના વારસ છે. રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે, તેવું પદ્મશ્રી (Gujarat Padma Shri) અબ્દુલ ગફુર ખત્રી કહે છે. આ રોગાનકલાને સાચવી બેઠેલા કચ્છના એકમાત્ર કસબી કુટુંબના 10 કલાકાર સભ્યો 4 રાષ્ટ્રીય,3 MSC, 9 રાજ્યસ્તરના એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે.રોગાન આર્ટને સાચવી રાખવા માટે વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી

1985માં પુન: રોગાનકલાને જીવંત કરવામાં આવી હતી

ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ રૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો, પરંતુ અબ્દુલભાઇના પરિવારે 1985માં પુન: રોગાનકલાને જીવંત કરી હતી. બાર દિવસના અથાગ પરિશ્રમના અંતે વસ્ત્ર પર વૃક્ષને ઉપસાવતી અબ્દુલ ગફુર ખત્રીની રોગાન કલાકૃતિથી પ્રભાવિત થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેનમૂન કલાકૃતિ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટમાં આપી હતી. કચ્છી કસબીની આ કલાકૃતિ આજે વ્હાઇટ હાઉસમાં શોભા વધારે છે.

લોકો આ કળાને જોશે નહીં ત્યાં સુધી કિંમત સમજસે નહીં

રોગાન આર્ટ છે તેમાં કે રંગો હોય છે તે એરંડિયા તેલમાંથી બને છે. તેલને ઉકાળ્યા બાદ 2 દિવસ તેની જંગલમાં પ્રોસેસ ચાલે છે પછીતે રબરના ફોર્મમાં તે આવી જાય છે અને સાથે સાથે માટીના રંગ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ માટીના રંગોમાં માત્ર ગણેલા 5થી 6 રંગો જ આવે છે.આ કળાની વિશેષતા એ છે કે આ કળામાં કોઈ પણ જાતનું ચિત્રકામ કર્યા વગર ફ્રી સ્ટાઈલમાં સીધે સીધું રોગાન આર્ટ કરવામાં આવે છે.આ રોગાન આર્ટની કળામાં સમય વધારે લાગે છે. એક A4 સાઈઝના કાપડ પર કળા કરતા 2થી 3 દિવસો લાગે છે.અમુક આર્ટિકલ 1 મહિના 1 વર્ષમાં બને છે.જ્યાં સુધી લોકો આ કળાને જોશે નહીં ત્યાં સુધી આ કળાની કિંમત સમજસે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.