કચ્છઃ ગુજરાત વિધાનસભામાં આવતીકાલે (3 માર્ચે) ગુજરાત બજેટ (Gujarat Budget 2022) રજૂ થશે. ત્યારે સામાન્ય જનતાને આ બજેટથી શું આશા અપેક્ષા (Expactation from the budget of the people of Kutch) છે. તે અંગે ETV Bharatએ ભૂજના લોકો સાથે વાત કરી હતી.
કેન્દ્રિય બજેટ નિરાશાજનક હોવાનું લોકોનો મત
જનતાની અનેક આશા અપેક્ષાઓ વચ્ચે કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 માટેનું કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મધ્યમ વર્ગને નિરાશા અપાવે એવું હતું તેવું લોકો કહી રહ્યા છે. આ બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નહતી, જેથી મોટી વોટ બેન્ક ગણાતો મધ્યમ વર્ગ આ બજેટથી ઘણો જ નારાજ થયો હતો. તો આવતીકાલે (3 માર્ચે) ગુજરાત સરકારનું બજેટ (Gujarat Budget 2022) રજૂ થશે. ત્યારે સામાન્ય જનતા આ બજેટમાંથી શું ઈચ્છે (Expactation from the budget of the people of Kutch) છે. તે જાણવાનો પ્રયત્ન ETV Bharatએ કર્યો હતો.
આ પણ વાંચો- Gujarat Assembly Budget Session 2022: AAPએ બજેટમાં શું માગ કરી, જુઓ
વેપારી અને માધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને સરકાર બજેટ રજૂ કરે તેવી આશા
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે (3 માર્ચે) સરકાર બજેટ રજૂ (Gujarat Budget 2022) કરશે. તેમાં સામાન્ય જનતા માટે રાહતના પેટારા ખૂલશે તેવી આશા ભૂજના લોકો સેવી રહ્યા છે. ભૂજના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાણાપ્રધાન છે. તે સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને વધારેમાં વધારે રાહત (Relief from the budget to the general public) આપશે. તો વેપારી ભાઈઓને પણ 110 ટકા ફાયદો થશે તેવી આશા છે. જોકે, અત્યારે મોંઘવારીના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, પરંતુ સિસ્ટમ મુજબ મોંઘવારી છે અને આ એક પ્રકારની સિસ્ટમ છે, જેમાં ભાવવધારો અને પગાર વધારો બંને સાથે થઈ રહ્યું છે અને હાલમાં બજાર છે તે સ્થિર છે. તેમ છતાં ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા સામાન્ય જનતા માટે છૂટછાટ આપવામાં આવે તેવી અપેક્ષાઓ છે.
કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પાસે પણ રાહત માટે અપેક્ષાઓ
સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જેમ કેટલીક બાબતોમાં રાહતો આપી છે. તેમ ગુજરાત સરકાર પણ રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા પ્રજાને સારી છૂટછાટ આપે. લોકોને જે 2 વર્ષ તકલીફ ભોગવવી પડી છે અને લોકોનું જે બજેટ ખોરવાયું છે. તેમાં ફાયદો થાય તેમ જ પ્રોપર્ટી ટેક્સ મકાનોના દસ્તાવેજો માટે પણ કંઈક મહત્વના નિર્ણયો લેવાય તેવી આશા છે.
આ પણ વાંચો- Gujarat Budget Session 2022 : બજેટ લઈને રાજકોટવાસીઓની આશા અપેક્ષા
બજેટમાં માળખાકીય સુધારા પણ જોવા નથી મળતા
ભૂજના સ્થાનિક એવા યુવાન વેપારીએ જણાવ્યું હતું કે, દર વખતે સરકાર એમ કહે છે કે, પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં (Gujarat Budget 2022) આવ્યું છે, પરંતુ હકીકતમાં અમુક માળખાકીય સુધારા પણ જોવા નથી મળતા. વેપારીઓ 2 વર્ષથી કોરોનાના કારણે અનેક મુશ્કેલીઓ ભોગવી છે. વેપારીઓને લોન આપવાની જે મોટી મોટી જાહેરાતો સરકાર કરતી હોય છે. તે માત્ર જાહેરાતો ન કરે પરંતુ હકીકતે ગ્રાઉન્ડ લેવલે સરકાર વેપારીઓની સહાય કરે તો જ વેપારીઓ પણ સરકારને સહકાર આપશે.
સરકાર વ્યવસાય વેરો આગામી 2-3 વર્ષ માટે માફ કરે
અન્ય એક અગ્રણીએ આવનારા બજેટ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી બજેટમાં (Gujarat Budget 2022) વેપારીઓ અને મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને જો બજેટ (Gujarat Budget 2022) બહાર પાડવામાં આવશે તો સુચારુ રીતે વહીવટીતંત્ર સુધરી (Expactation from the budget of the people of Kutch) જશે. જોકે, અત્યારે વેપારીઓને કંઈ પણ રીતે રાહત મળે (Relief from the budget to the general public) તેવા લક્ષણો જણાઈ રહ્યા નથી. 2 વર્ષથી વેપારીઓ ધંધાકીય ખોટ ભોગવી રહ્યા છે. તો આગામી 2-3 વર્ષ માટે વેપારીઓ માટે વ્યવસાય વેરો માફ કરવો જોઈએ અને ગુજરાત સરકારે GR બહાર પાડીને વ્યવસાય વેરો સ્થગિત કરવો જોઈએ તેવી માગ પણ કરવામાં આવી હતી.
પેટ્રોલ-ડીઝલમાં પણ સરકાર રાહત આપે તેવી આશા
આ ઉપરાંત કાપડ ઉદ્યોગની વાત કરીએ તો, કાપડ ઉદ્યોગમાં જે 12 ટકા GST છે. તેમાં પણ ગુજરાત સરકારે રાહત (Relief from the budget to the general public) આપવી જોઈએ. તેમ જ આ GSTમાં કોઈ પણ પ્રકારનો હવે વધારો ન થવો જોઈએ. આ ઉપરાંત જે પેટ્રોલ-ડીઝલમાં પણ જે ભાવ વધારો આવ્યો છે. તો ગુજરાત સરકાર પોતાની રીતે ભાવોમાં રાહત આપે તો સારું રહેશે. સામાન્ય જનતાની ગુજરાત સરકાર પાસે બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ છે કે, જેથી વેપારી વર્ગ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આગામી બજેટ (Gujarat Budget 2022) રજૂ કરે તેવી આશા (Expactation from the budget of the people of Kutch) છે.