ETV Bharat / state

ઓછું ભણેલા નેતાએ આ રીતે કર્યા કામ, મુખ્યપ્રધાને કહ્યું ધારાસભ્ય હોય તો જાડેજા જેવો! - Gujarat Assembly Election 2022

કચ્છની અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Candidate) પર ભાજપે ગત ટર્મના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરીથી ટિકિટ આપીને રિપીટ કર્યા છે. ત્યારે ભાજપના આ ઉમેદવાર સાથે ETV Bharatની ટીમે ખાસ (Pradhyumansinh Jadeja in abdasa) વાતચીત કરી હતી. જેમાં પોતે કરેલા કાર્યો અને ચૂંટણીના પ્રચારને લઈને ખાસ વાત કરી હતી. (Gujarat Assembly Election 2022)

ઓછું ભણેલા નેતાએ આ રીતે કર્યા કામ, મુખ્યપ્રધાને કહ્યું ધારાસભ્ય હોય તો જાડેજા જેવો!

author img

By

Published : Nov 19, 2022, 4:16 PM IST

કચ્છ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Candidate) કે જે સૌથી મોટી વિધાનસભા બેઠક છે. જેમાં 3 તાલુકા અને 460 જેટલા ગામોનો સમાવેશ થાય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર ગત ટર્મના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરીથી ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે, ત્યારે ETV Bharat સાથેની મુલાકાત દરમિયાન પ્રદ્યુમનસિંહ જાડેજાએ શું કહ્યું જાણો. (Abdasa assembly seat)

ભારે જનસમર્થન અને ગત ટર્મના કાર્ય થકી પાર્ટીએ પ્રદ્યુમનસિંહને ફરી આપી તક

સવાલ પક્ષે ફરીથી આપના પર વિશ્વાસ મૂકીને ચૂંટણી લડવાની તક આપી છે, કેવો ઉત્સાહ છે?

જવાબ ભાજપે ફરી મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. તો પ્રજાને ધ્યાનમાં છે કે, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે જે જે કાર્ય કર્યા છે. કોઈપણ જ્ઞાતિ હોય, ખેડૂત હોય, માલધારી હોય, બોર્ડર હોય કે ગમે તે હોય તમામના પ્રશ્નો હલ થયા છે. મને જ્યારે પેટા ચૂંટણીમાં ખોબાના ખોબા મત આપ્યા અને જે વાયદા કર્યા હતા, જે પેપરમાં આપ્યું હતું, પેમ્પ્લેટમાં આપ્યું હતું. તે તમામ કાર્યો ભાજપની સરકારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય તેમજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નીતિ નિયમો પ્રમાણે તમામ કાર્યો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે. નખત્રાણા તાલુકામાં કોલેજમાં 500 દીકરા દીકરીઓ ભણે છે. તે ગ્રાન્ટેબલ કોલેજના હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે આજે તે ગ્રાન્ટેબલ થઈ ગઈ છે. નખત્રાણામાં ખેડૂતો માટે APMC પણ થઈ ગયું. ગુજરાતની મોટામાં મોટી પંચાયત એટલે નખત્રાણાની નગરપાલિકાની મંજૂરી પણ મેળવી છે. (Kutch assembly seat)

વધુમાં કહ્યું હતું કે, મુખ્ય રસ્તા પર ટ્રાફિક સમસ્યા રહેતી અને તેના માટે બાયપાસ રોડની માંગણી કરવામાં આવી હતી તે રજૂઆત પણ મુખ્યપ્રધાને સાંભળી હતી. તો વરસાદના સમયે પુલના હોવાને લીધે ટ્રાફિક સમસ્યા સર્જાતી, લોકોને અને વિદ્યાર્થીઓને મુશ્કેલી થતી, ત્યારે પુલની મંજૂરી મેળવવામાં આવી છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલય નખત્રાણામાં મળતી ના હતી. તો એ નબળા વર્ગના જે આપણા દીકરી હોશિયાર હોય ભણવામાં, પરંતુ વ્યવસ્થા ન હોય એને રહેવા માટે ભણવા માટે તો એ પણ મંજૂર કરી આપી અને શરૂ થઈ ગઈ. (assembly candidate kutch)

વધુમાં જણાવ્યું હતું કે, નખત્રાણા બસ સ્ટેશન હતું પરંતુ એની બાઉન્ડ્રી ન હતી, તો તે બાઉન્ડ્રી ઉભી કરાવી હતી. આ સિવાય પ્રવાસન ધામો તેમજ પ્રાચીન મંદિરોમાં વિકાસ કામ અર્થે ગ્રાન્ટ મેળવવામાં આવી. મામલતદાર ઓફિસ જે આરોગ્ય ખાતામાં ચાલુ હતી. તે પણ પાસ થઈ ગઈ. નલિયા નખત્રાણા અને લખપત સર્કિટ હાઉસના હતા તે પણ આજે કાર્યરત છે. જે જે રસ્તાઓ પર અકસ્માત થવાનો ભય હતો. તે રસ્તા પર એન્જિનિયર સાથે રહીને રસ્તાના કામો કરાવ્યા. નર્મદાના પાણીની સમસ્યા હવે હલ થવા આવી છે. નખત્રાણા તાલુકામાં દલિત સમાજ માટે છાત્રાલય પણ બનાવવામાં આવ્યો હતો. (nakhatrana assembly seats)

સવાલ ગત ટર્મમાં આપે અનેક કાર્યો કર્યા, જો આ ચૂંટણી જીત થાય તો આગામી 5 વર્ષમાં શું કાર્ય કરવા ઈચ્છો છો?

જવાબ આ વિસ્તારમાં ખેડૂતોનું પ્રમાણ વધારે છે, ત્યારે અહીં પાણી પાતાળમાં પણ નથી, અમુક વિસ્તારને બાદ કરતા પાણી પીવા લાયક પણ નથી. નર્મદાનું પાણી મોટાભાગે પીવા લાયક પહોંચી ગયું પણ ખેડૂતો માટે આવે તેના માટે પૂરી કોશિશ કરવામાં આવશે. ગયા વખતે 1460 કરોડ સરકારે નિરોણા ડેમ માટે ફાળવ્યા ત્યારે બાકીના જે કામો બાકી છે. તેને અગ્રીમતા આપવામાં આવશે. ભુજથી નારાયણ સરોવર સુધી ફોર લેન રોડ બને તે આગામી એજન્ડા રહેશે. મકાનોની વાત કરવામાં આવે તો સરકારે તેના માટે પણ યોજના ઘડી છે. આ ઉપરાંત જે કામો બાકી છે તેને પણ વારાફરતી આગળ લઈશું. (Abdasa MLA Pradyuman Singh Jadeja)

સવાલ આપ ઓછું ભણેલા છો, છતાંય અનેક વખત વિધાનસભામાં રજૂઆતો કરી છે કઈ રીતે રજૂઆતો કરી હતી

જવાબ અમારે રજૂઆત કરવામાં એક જ હોય જે તે વખતે જેની સમસ્યા હોય, ધારો કે પાણીની સમસ્યા હોય તો કાગળ પર તેની લાઈન દોરીએ નીચે ડોલ ભરવાનો ચિત્ર દોરીએ એટલે એ પાણીનો વિષય. કોઈ પશુઓનો વિષય હોય તો ઘાસ દોરવું અને ઉપર ગાય દોરીએ એટલે તે પશુઓના ઘાસ અને પાણીની સમસ્યા. એવી જ રીતે જો ખેડૂતોની સમસ્યા હોય તો કાગળ પર નારિયેળ દોરું કે આંબાનો ઝાડ કે કોઈ પણ વૃક્ષ દોરી ખેડૂત પાવડો લઈને ઉભો હોય તેવું દોરીએ અને ખેડૂતોના પ્રશ્નો રજૂ કરું છું. એટલે જે જે વિષય હોય તેનું ચિત્ર બનાવી વિધાનસભામાં હું રજુ કરું છું. બાકી અહીંનો સ્થાનિક રહેવાસી છું. મારા ત્રણ તાલુકા છે. એક એક તાલુકા એક એક જ્ઞાતીનો પ્રોબ્લેમ છે. શું એની માંગ છે. તેનાથી હું પૂરેપૂરો માહિતગાર છું. (Pradyuman Singh Jadeja)

સવાલ આપે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે CM પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય હોય તો પ્રદ્યુમનસિંહ જાડેજા જેવો પોતાના વિસ્તારના કામ કઢાવવા પાવરધા છો, શું માનવું છે?

જવાબ આતો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મહાનતા કહેવાય. તમામ ધારાસભ્યો પોત પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆતો કરતા હોય છે, ત્યારે મારો વિસ્તાર છે ટ્રાયબલ એરિયા જેવો છે. તો સમસ્યાઓ વધારે છે. તો મારી રજૂઆતો વધારે રહેતી. કોઈપણ કામ હોય તો આગેવાનોને સાથે લઈને જતો અને જેના વિસ્તારનું કામ હોય તેને સાથે રાખીને કામ પૂરા કરાવ્યા છે. આ વિસ્તાર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાન સહિતના આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી છે, ત્યારે તમામ લોકો આ વિસ્તારની સમસ્યા અંગે પણ સમજ્યા છે અને સમજ્યા છે. લોકો કે અહીં વિકાસની જરૂર છે, તેના લીધે અહીં વિકાસના કાર્યો થયા છે. (assembly election gujarat)

સવાલ આ વિસ્તારમાં હજી આરોગ્યને અને શિક્ષણને લઈને સમસ્યાઓ છે, જીત થશે તો આગામી સમયમાં કંઈ રીતે કાર્ય કરશો ?

જવાબ અગાઉ પણ મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, પાંદરો ખાતે એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે અને નલિયામાં એક હોસ્પિટલ શરૂ કરવામાં આવે. આ ઉપરાંત ગત બે વર્ષની અંદર 25 જેટલી એમ્બ્યુલન્સ આ ત્રણે તાલુકામાં ફાળવવામાં આવી છે. તેમજ નાના નાના આરોગ્ય કેન્દ્ર 5- 10 ગામોની વચ્ચે બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કેમ આરોગ્યની સુવિધા વધારેમાં વધારે મળે તે માટેના પ્રયત્નો કરેલા છે.

સવાલ આ વિસ્તારના 2 તાલુકા લખપત અને અબડાસામાં સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ કાર્યરત છે. તો આગામી સમયમાં દેશના જવાનો માટે શું કાર્ય કરશો?

જવાબ દેશના જવાનો માટે અત્યારે પણ મારી પૂરી કોશિશો છે. આ વિસ્તારમાં લગભગ નખત્રાણા અને અબડાસા 50 ચોકીઓ આવે છે. આર્મી હોય BSF હોય મરી ન હોય તમામ કેમ્પોની હું મુલાકાત લેતો આવું છું. તેમને પાણીની તકલીફ હોય, લાઈટની તકલીફ હોય, ડામર રોડની તકલીફ હોય કે બીજી કોઈપણ તકલીફો હોય, કેન્દ્ર સરકારની હોય, તો તેમને પણ મદદરૂપ થતો હોઉં છું. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારને પત્રો લખતો હોઉં છું. બોર્ડર વિસ્તારમાં જે ક્વાર્ટર્સની જરૂરિયાત છે તેના માટે પણ કાર્ય કરવામાં આવશે.

સવાલ લઘુમતી સમાજના લોકોની સંખ્યા વધારે છે, સામે કોંગ્રેસ પક્ષમાંથી પ્રથમ વખત લખપતમાંથી લઘુમતી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, તો કંઈ રીતે વધુમાં વધુ મત મેળવશો?

જવાબ આ વિસ્તારમાં લઘુમતી સમાજની સંખ્યા વધારે છે તે વાત સાચી છે, પરંતુ લઘુમતી સમાજને કંઈ કહેવાની જરૂર નથી. લઘુમતી સમાજનો દુરુપયોગ કોંગ્રેસે કર્યો છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ અને મા કાર્ડના લાભ વિશેની પણ વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ કોરોના કાળમાં કોઈપણ જાતનો જ્ઞાતિ ધર્મ જોયા વગર બધાને સુવિધા પૂરી પાડી છે. દુષ્કાળ સમયે પણ કોઈ લઘુમતી સમાજને જોતું નથી અને ગાય ભેસ અમને આપો અમને ના આપું તેઓ ભેદભાવ રાખવામાં આવતો નથી. (assembly election 2022)

સવાલ પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છો કેવો જન સમર્થન મળી રહ્યો છે જીતનો કેવો વિશ્વાસ છે?

જવાબ જન સમર્થનની વાત કરવામાં આવે તો મને ટિકિટ જ ભારે જન સમર્થનના લીધે મળી છે. આજે સર્વે કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી મીડિયા વાળા, પાર્ટી વાળા, આગેવાનો, એજન્સીઓ વાળા તમામ ગામેગામ લોકોને મળ્યા હોય પૂછતાછ કરી હોય ક્યાં કાર્યો કર્યા, કંઈ રીતે કર્યા તે તમામ અભિપ્રાયો ગયા હોય ઉપર પાર્ટી સુધી એટલે ટિકિટ મળી છે. ગામોગામ સારું સમર્થન મળી રહ્યું છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.