ETV Bharat / state

કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ : બ્રિટિશ ડ્રેસકોડ ફગાવી આ રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત, જાણો ગોલ્ડ મેડલિસ્ટ કેટલા? - બ્રિટિશ ડ્રેસકોડ

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે અગિયારમો પદવીદાન સમારોહ (Graduation Ceremony of Kutch University) યોજાયો. યુનિવર્સિટી દ્વારા વિવિધ 8 વિદ્યાશાખાના 6296 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 18 છાત્રોને સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતાં. ખાસ વાત એ છે કે બ્રિટિશ ડ્રેસકોડ (British dress code) ફગાવી દેવામાં આવ્યો છે.

કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ : બ્રિટિશ ડ્રેસકોડ ફગાવી આ રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત, જાણો ગોલ્ડ મેડલિસ્ટ કેટલા?

author img

By

Published : Jun 22, 2022, 6:02 PM IST

કચ્છ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે અગિયારમો પદવીદાન સમારોહ (Graduation Ceremony of Kutch University)યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં. યુનિવર્સિટી દ્વારા વિવિધ 8 વિદ્યાશાખાના 6296 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 18 છાત્રોને સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતાં. ડાયસ પર બિરાજનારાં મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા અને રજિસ્ટ્રાર ડૉ.ઘનશ્યામ બુટાણી પણ ભારતીય પરંપરાગત પોશાક સાથે માથા પર પરંપરાગત પાઘડી પહેરી હતી. દીક્ષાંત છાત્રો અને ઈસી મેમ્બર સહિતના તમામ મહાનુભાવો ઝભ્ભો અને કુર્તો ધારણ કરી ઝભ્ભા પર ખાસ સુતરાઉની કચ્છી સંસ્કૃતિ દર્શાવતી કોટી પહેરી હતી.

8 વિદ્યાશાખાના 6296 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી

દીક્ષાંત સમારોહમાં સંપૂર્ણ ભારતીય પરિધાન ધારણ કરાયું - ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે અગિયારમાં કોન્વોકેશનમાં (Graduation Ceremony of Kutch University)બ્રિટિશ ડ્રેસકોડ ફગાવાયો હતો અને પરંપરાગત વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં વર્ષોથી ચાલતીઆવતી પરંપરા અનુસાર દીક્ષાંત છાત્રો અને ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવો બ્રિટિશ ગાઉન અને માથા પર મોર્ટારબોર્ડ વિશિષ્ટ કેપ પહેરતાં હોય છે. પરંતુ, કચ્છ યુનિવર્સિટીએ બ્રિટિશ ડ્રેસકોડને ફગાવી (British dress code) દઈ આ દીક્ષાંત સમારોહમાં સંપૂર્ણ ભારતીય પરિધાન ધારણ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છનાં PhD સ્કોલર ઈઝરાયલમાં જઈને વગાડશે ભારતનો ડંકો

6296 વિદ્યાર્થીઓને 11માં પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી -કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના 1996 વિદ્યાર્થીઓને, સાયન્સ ફેકલ્ટીના 774 વિદ્યાર્થીઓને, લૉ ફેકલ્ટીના 371 વિદ્યાર્થીઓને, એડ્યુકેશન ફેકલ્ટીના 342 વિદ્યાર્થીઓને, કોમર્સ ફેકલ્ટીના 2536 વિદ્યાર્થીઓને, મેડિસન ફેકલ્ટીના 252 વિદ્યાર્થીઓને, ડોકટર ઓફ ફિલોસોફી ફેકલ્ટીના 10 વિદ્યાર્થીઓને તથા માસ્ટર ઓફ ફિલોસોફી ફેકલ્ટીના 15 વિદ્યાર્થીઓને મળીને કુલ 6296 વિદ્યાર્થીઓને 11માં પદવીદાન સમારોહમાં(Graduation Ceremony of Kutch University) પદવી એનાયત કરવામાં આવી.

દીક્ષાંત છાત્રો અને ઈસી મેમ્બર સહિતના તમામ મહાનુભાવો ઝભ્ભો અને કુર્તો ધારણ કરી ઝભ્ભા પર ખાસ સુતરાઉની કચ્છી સંસ્કૃતિ દર્શાવતી કોટી પહેરી

આ પણ વાંચોઃ Kutch University : ખાલી પડેલી બેઠકો માટે અનેક વાર રજૂઆત છતાં કોઈ ધ્યાન નથી દેતું, કેમ?

18 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાયા જે પૈકી 17 દીકરીઓ -આ વર્ષે 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જે પૈકી 1974 જેટલાં છાત્રોએ રૂબરૂ હાજર રહી પદવી મેળવવાનું પસંદ કર્યું હતું. તો 4322 જેટલાં છાત્રોને પોસ્ટ મારફતે ડીગ્રી (Graduation Ceremony of Kutch University)પ્રમાણપત્ર મોકલવામાં આવશે.આજે 18 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.કચ્છ યુનિવર્સિટીની તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાશાખાના મળીને 18 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જે પૈકી 17 દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.