- ઇન્નરવ્હીલ કdલબ ઓફ ભુજ ફ્લેમિંગોની પહેલ
- ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
- ભુજની 7 સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
- વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં
- વિદ્યાર્થી અને આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યાં
કચ્છઃ ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા ભુજની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા પ્લેટફોર્મ મળી રહે એ માટે કોરોનાની ગાઇડલાઇન મુજબ એક ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ભુજની કુલ 7 સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અંતર્ગત હાથીસ્થાન કુમાર શાળા મધ્યે ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તથા ગિફ્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં વિવિધ શાળાઓના આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આચાર્યો રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમ દરમિયાન ઇન્નરવહીલ કલબ ઓફ ભુજ ફ્લેમિંગોના વાઇસ પ્રેસિડન્ટ રચના શાહ, સેક્રેટરી કરુણા દ્વિવેદી, પ્રોજેક્ટ ચેરમેન ઉર્વી મહેતા, એડિટર રીટા ગણાત્રા ,ભૈરવી સચદે, ચાંદની શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તથા હાથીસ્થાન કુમારશાળાના ઉર્મિલાબેન, હાથીસ્થાન કન્યા શાળાના આચાર્ય ડૉકટર નરેન્દ્ર અડેપાલ, શાળા નંબર-13ના નિલેશભાઈ ગોર, શાળા નંબર-24ના પરેશ ગુજરાતી, હાથીસ્થાન ઇંગલિશના મિતાલીબેન, શાળા નંબર-7ના ડૉક્ટર જીતેન્દ્ર કાથડ, સી. આર .સી કૃપા નાકર, મેઘનાબેન ગોર, બીનાબેન ગોર, જીજ્ઞાબેન, ચાંદનીબેન, પ્રિયાબેન આચાર્ય દર્શનાબેન ભાવસાર, રક્ષાબા ઝાલા, તેજલબેન ગોસ્વામી અને કાંતિભાઈ મહેશ્વરી પણ હાજર રહ્યા હતાં.