ETV Bharat / state

GST કમિશનરની પત્ની રણચંડી બની, મુખ્ય કચેરી સામે તંબુ તાણી ધરણા પર ઉતરી!

કચ્છના સેન્ટ્રલ GSTની ગાંધીધામ સ્થિત મુખ્ય કચેરી(Gandhidham GST office)સામે મુખ્ય કમિશનરના વિરોધમાં પત્નીએ ડેરા તંબુ તાણતા ચકચાર પ્રસરી હતી. મહિલાએ પારિવારિક ક્લેશ સહિતના વિવિધ આક્ષેપો કર્યા હતા. ગુરુવારના બપોરે સેન્ટ્રલ GSTની મુખ્ય કચેરી સામે જ પુત્રીઅને પત્ની 20 વર્ષથી કરાઈ રહેલો અન્યાય જેવા પોસ્ટર સાથે બેસી ગયા હતા.

GST કમિશનરની પત્ની રણચંડી બની, મુખ્ય કચેરી સામે તંબુ તાણી ધરણા પર ઉતરી!
GST કમિશનરની પત્ની રણચંડી બની, મુખ્ય કચેરી સામે તંબુ તાણી ધરણા પર ઉતરી!
author img

By

Published : May 20, 2022, 1:21 PM IST

Updated : May 20, 2022, 3:41 PM IST

કચ્છઃ ગાંધીધામમાં આવેલ સેન્ટ્રલ GST મુખ્ય કચેરી(Gandhidham GST office) સામે મુખ્ય કમિશનર આનંદ કુમાર પુલપાકાની વિરોધમાં તેમની પત્નીએ દીકરી સાથે GST ભવન સામે પતિ વિરુદ્ધ જ ધરણા પર બેસી જતાં ચકચાર મચી હતી. મહિલાએ પારિવારિક ક્લેશ સહિતના વિવિધ આક્ષેપો કર્યા હતા. ગાંધીધામ GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની રત્ના પુલપાકાએ ગુરુવારના બપોરે સેન્ટ્રલ GSTની મુખ્ય કચેરી સામે જ પુત્રીના હાથમાં “સુધર જાવો, આદમી બનો, 20 વર્ષથી કરાઈ રહેલો અન્યાય જેવા પોસ્ટર( GST commissioner wife)સાથે બેસી ગયા હતા.

GST કચેરી

ગાંધીધામ GST કચેરી સામે વિવિધ પોસ્ટર મારફતે કર્યો વિરોધ - મીડિયા સાથેની વાતચીતમાં મહિલાએ જણાવ્યું હતું કે કમિશનર આનંદકુમાર તેમના પતિ છે અને તેમની સાથે વર્ષોથી(Wife in protest of Gandhidham GST Commissioner)અન્યાય કરે છે. આ સાથે તેમણે અયોગ્ય વર્તન પણ કર્યું છે અને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે.

આ પણ વાંચોઃ પાટણ DySPની ગેરવર્તણૂક સામે પોલીસ કર્મચારીઓએ કર્યા ધરણા

કમિશનર પર વિવિધ આક્ષેપો કર્યા - હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત કમિશનર પત્ની GST કમિશનરને મળવા તેના ઘરે ગઈ હતી પરંતુ ઘર ચારેબાજુથી બંધ હતું. જેથી દિવાલ કુદી અને તેમાં પ્રવેશ કર્યો હતો. તો કમિશનરએ મળવાને બદલે તેને ધક્કા મારીને બહાર કાઢી હતી તેવો આક્ષેપ કમિશનર પત્નીએ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?

મામલો કોર્ટમાં હોવાથી તેઓ કોઈ પ્રતિક્રિયા ન આપી - GSTના સૂત્રોએ કમિશનર આનંદ કુમાર પુલપાકા રજા પર હોવાનું જણાવ્યું હતું, જેથી આ સમયે તેવો કચેરીમાં ઉપસ્થિત ન હતા. આ અંગે કમિશનર આનંદકુમારનો પક્ષ જાણવા સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો. આ મામલો કોર્ટમાં હોવાથી તેઓ કોઈ પ્રતિક્રિયા ન આપવા માંગતા હોવાનું જાણવા મળ્યું હતું.

ઘરેલુ વિખવાદને પોલીસે શાંત કરવાનો પ્રયાસ કર્યો - બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કચેરી સામેજ ચાલતા આ વિરોધ ધરણાંથી કચેરીના અધિકારીઓ પણ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા. સાંજે ગાંધીધામ પોલીસે તેમને સ્થળથી બી ડિવિઝન પોલીસ મથક લઈ ગયા હતા. પીઆઈ પી.એન.ઝીંઝુવાડીયાએ મંજુરી વિના થતા ધરણાને નિયમાનુસાર બંધ કરીને સમજાવટ કરવામાં આવી હતી.

Last Updated : May 20, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.