ETV Bharat / state

G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા

જી20 દેશના ડેલિગેટ્સ અત્યારે કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે આ ડેલિગેટ્સે 5,000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર એવા ધોળાવીરાની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓ અભિભૂત થઈ ગયા હતા. તો અહીં તેમને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા તેમને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
author img

By

Published : Feb 9, 2023, 3:56 PM IST

અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

કચ્છઃ સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી.

વિવિધ સ્થળની લીધી મુલાકાત
વિવિધ સ્થળની લીધી મુલાકાત

આ પણ વાંચો G20 Meeting 2023 in Kutch : G-20ના સભ્યોનું ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, સફેદ રણમાં કચ્છી ભોજન આરોગશે

વૈશ્વિક ધરોહર હડપ્પન સાઈટ ધોળાવીરાની મુલાકાતઃ વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ, ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

હડપ્પીય સંસ્કૃતિના મહાનગર અંગે જાણી ડેલિગેટ્સ પ્રભાવિતઃ ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશને હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને ડેલિગેટ્સ પ્રભાવિત થયા હતા.

વૈશ્વિક ધરોહર હડપ્પન સાઈટ ધોળાવીરાની મુલાકાત

આ સ્થળની લીધી મુલાકાતઃ આ મુલાકાત દરમિયાન હડપ્પીય સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા તેમ જ સુરક્ષિત દિવાલો વિશે વિગતવાર માહિતી ડેલિગેટસને અપાઈ હતી. પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત સ્ટેપવેલ, અપરટાઉન, મિડલ ટાઉન અને લૉઅર ટાઉન વગેરે જોઈને ડેલિગેટ્સ રોમાંચિત થયા હતા.

આ પણ વાંચો G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

અધિકારીઓ ઉપસ્થિત રહ્યાઃ આ મુલાકાત દરમિયાન ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી અરવિંદ કુમાર, પુરાતત્વીય વિભાગના એડીજી જાન્હવિજ શર્મા, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આલોક પાન્ડે, ગુજરાત પ્રવાસન વિભાગના જોઈન્ટ એમડી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સીંઘ સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.