ભુજના પ્રિન્સ રેસીડેન્સી સામેના ખુલ્લા મેદાનમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની સભા યોજાશે. કોંગ્રેસના દાવા અને આયોજન મુજબ 35,000 લોકો સભામાં ઉપસ્થિત રહેશે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કચ્છમાં કોંગ્રેસના પ્રચારની આ પ્રથમ મોટી સભા હોવાથી કાર્યકર્તાઓ અને અગ્રણીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.