કચ્છ છેલ્લા બે દિવસથી ગુજરાતના (Winter 2022 in Gujarat) વાતાવરણની કાયા પલટી (cold increased in Gujarat) ગઇ છે. રાજયના દરેક શહેરમાં વાતવરણ ઠંડુગાર બન્યું છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી સમય માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે રાજ્યના કચ્છ સહિતના વિસ્તારમાં ઠંડીનો (Gujarat Winter Forecast) દોર જારી રહેશે. અને હજી પણ વધુ ઠંડી પડી શકે છે. તો રાજ્યમાં નલિયાએ 8.1 ડિગ્રી સાથેનું શીતમથક (Cold Wave in Naliya) તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
ઠંડા પવનની અસર કચ્છમાં સમગ્ર દિવસ દરમિયાન ઠંડા પવનની અસર જોવા મળી રહી છે. અને લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. કચ્છના પરંપરાગત શીતમથક નલિયામાં ફરી પારો નીચે સરકતો છે. 8.1 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડુ હતું. સરહદી તેમજ વાગડ પંથકના ગામડાઓ વહેલી સવાર અને મોડીરાત્રે ઠારમાં ઠર્યા હતા.
આ પણ વાંચો સરહદી વિસ્તારમાં ઠંડીનો ચમકારો, નલિયા રાજ્યનું શીતમથક બન્યું
ઠંડીના કડકડતા મોજા નલિયામાં 8.1 ડિગ્રી કચ્છમાં ફરી વળેલા ઠંડીના કડકડતા મોજાએ લોકોને થીજવી નાખ્યા છે. તાપમાનમાં જોવા મળતા સામાન્ય ઉતાર ચડાવની ઠંડીની અનુભૂતિમાં નલિયાનો પારો 8.1 ડિગ્રીએ છે. અને રાજ્યના ઠંડાં મથકમાં અવ્વલ સ્થાન જાળવી રાખ્યું હતું. તો જિલ્લા મથક ભુજમાં પણ લઘુતમ તાપમાન સિંગલ ડીઝટ તરફ આગળ ધપી રહ્યું છે. તો રાજ્યમાં રાજકોટ, અમદાવાદ,જૂનાગઢ,ગાંધીનગર ખાતે પણ મહતમ તાપમાન નીચું ગયું હતું.
લોકો ઠંડીમાં ઠુંઠવાયા નલિયામાં લઘુતમ પારો દોઢ ડિગ્રી ઉંચકાયો છતાં પવનની મારે ઠંડીનો માર યથાવત્ રહેતાં આખો દિવસ ગરમ કપડાં પહેરવાં પડે તેવી કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અંજાર-ગાંધીધામ અને કંડલા કોમ્પલેક્ષ ઠારના મારથી ઠુંઠવાઈ ગયા હતા. જિલ્લા મથક ભુજમાં પણ અડધો ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું હતું. 10 ડિગ્રીએ (Cold Wave in Naliya) ભુજ રાજ્યનું ચોથા ક્રમનું ઠંડું મથક બન્યું હતું.
શીતલહેરની ચેતવણી કચ્છમાં ગગડેલા મહત્તમ પારા સાથે 6 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને આખો દિવસ તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ કરાવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી જારી કરી છે. તો ખાસ કરીને પહાડી રાજયોમાં ભારે હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાં કાતીલ ઠંડી પડી રહી છે. ઉપરાંત ઉત્તર દિશાએથી બરફીલા પવનો ફુંકાવવાનું જારી રહેતા પારો વધુ ગગડે તેવી શકયતા સેવાઈ રહી છે.
સૌથી ઓછું તાપમાન રાજ્યમાં નલિયામાં લઘુતમ પારો 8.1 ડિગ્રીએ પહોંચ્યું છે. તો કંડલામાં 13.3 ડિગ્રી, અમદાવાદ 12.9 ડિગ્રી, ભુજમાં 10.0 ડિગ્રી, બરોડામાં 15.0 ડિગ્રી, ગાંધીનગરમાં 11.4 ડિગ્રી, જૂનાગઢમાં 12.0 ડિગ્રી, ભાવનગરમાં 13.7 ડિગ્રી,સુરતમાં 14.6 ડિગ્રી તો રાજકોટમાં 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.