ગાંધીધામના કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતનેપોલીસે પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં નાખી દીધો છે.શિવરાજસિંહ જેલમાં ગયા બાદ તેની પ્રેમીકાનયના વિઠ્ઠલભાઈ બારોટે શરાબના કરોડોના કારોબારનું સંચાલન સંભાળી લીધુંહતું. હરિયાણાના રવિન્દ્ર નામના ધંધાર્થીને લાખો રૂપિયાના શરાબ અનેબીયરનો જથ્થો કચ્છ મોકલ્યો હતો.જેને નયના સુધી પહોંચે તે પહેલા જ પોલીસે પકડી લીધો હતો.
પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ભરેલું કન્ટેઈનર ગાંધીધામ પાસેથી પકડી પાડ્યું હતું.પોલીસે ટ્રેલરની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 37.89 લાખના કિંમતનો વિદેશી દારૂની લગભગ 10 હજાર 692 નંગ બોટલો અને 1 લાખ 17 હજાર 600 રૂપિયાની કિંમતના બીયરના 1176 નંગ ટીનનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનું કારમાં પાયલોટિંગ કરી રહેલા લોકોને પણ પોલીસે પકડી લીધા હતા.પોલીસે 15 લાખના ટ્રેલર, 5 લાખની કાર, 31 હજારના 10 મોબાઈલ ફોન અને 1 વાઈ-ફાઈ ડિવાઈસ અને 16 હજાર 80 રૂપિયાની રોકડ સહિત કુલ 59 લાખ 56 હજાર 680 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઈવર સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાતં પોલીસે કોઠારામાંથી 17 લાખ 70 હજાર રૂપિેયાનો જથ્થો અને રાપર પાસેથી 1.38 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપી પાડયો હતો. પોલીસે કુલ ત્રણ દરોડોમાં 57 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.