ETV Bharat / state

ગાંધીધામમાં અગાશી પર ટોળે વળેલા લોકો પર મંડારાયું ડ્રોન... - કચ્છ કોરોના અપડેટ

કોરોના મહામારી સામે લોકોમાં ડર, સાવચેતી અને સમજણ ચોક્કસ વધ્યાં છે. લોકડાઉનમાં દિવસભર ઘરમાં રહેતા લોકો સાંજ-રાત પડેની ધાબા પર અગાશી પર ભેગા થાય છે અને તેમાં સોશ્યિલ ડિસ્ટન્સ રહેતુ નથી. આ કારણે પોલીસે ડ્રોન કેમેરા વડે વિવિધ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહી છે. કચ્છના ગાંધીધામના સેકટર-7માં બાળકો મહિલાઓ સાતે ઈમારતના ધાબા પર એકત્ર થયેલા ચાર લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

drone surveillance in kutch
ગાંધીધામમાં એપાર્ટમેન્ટની અગાશી પર ટોળે વળેલા લોકો પર મંડારાયું ડ્રોન
author img

By

Published : Apr 24, 2020, 10:19 PM IST

કચ્છ: ગાંધીધામ B ડિવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરા વડે થઈ રહેલા પેટ્રોલિંગમાં શહેરના સેકટર-7માં આવેલા અશ્ર્મેઘ અને અરિહંત એપાર્ટમેન્ટની અગાશી પર લોકો ટોળે વળેલા જોવા મળ્યા હતા. પોલીસે આ કિસ્સામાં ઈમારતમાં જ રહેતા દિવ્યેશ જગદીશ પાલા, દિલીપ હીરાભાઈ પટેલ, ભરત મહેશ્વરી અને સોમીન મુજાણી સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસ કચ્છમાં પ્રથમ વખત જાહેર કરેલા ડ્રોન વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ઈમારતની આગાશી પર મહિલાઓ બાળકો સાથે લોકો ટોળે વળ્યા છે અને ડ્રોન કેમેરો જોઈને ભાગી રહંયા છે. જો કે, પોલીસે માનવીય અભિગમ સાથે મુખ્ય જવાબદારો સામે જ પગલાં ભર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.