ધોરડો ખાતે માર્ગ-મકાન વિભાગ દ્વારા વોચટાવરના કરાઇ રહેલા રીનોવેશન કાર્યનાં નિરીક્ષણ સમયે મદદનીશ કલેકટર મનીષ ગુરવાણી, ધોરડોના સરપંચ મીયાંહુસેન મુતવા તેમજ લલ્લુજી એન્ડ સન્સના પ્રતિનિધિ સૌકતઅલી વગેરે જોડાયાં હતા.
વાસણભાઈ આહિરે વોચટાવર સ્થિત ચાલતાં કામની સાથે આસપાસ રહેલાં તૂટેલાં બાંકડા હટાવી લેવા સાથે બેઠક વ્યવસ્થાને વધુ સુંદર બનાવવા તંત્રને નિર્દેશ આપ્યો હતો. ધોરડોના સરપંચ મીયાંહુસેન દ્વારા વોચટાવર નજીક 100થી 200 મીટર વિસ્તારમાં પાળાબંધી કરી સફેદ રણની જાળવણી માટેનું સૂચન કર્યું હતું.
ધોરડોનાં તોરણ પ્રવાસી સુવિધા કેન્દ્રની મૂલાકાત દરમિયાન વાસણભાઈ આહિરને મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ ટેન્ટસીટીમાં રહેતા પ્રવાસીઓએ પણ ભારત સરકારના જાહેરનામાં મુજબ પરમીટ બીનચૂક મેળવવાની રહેશે, તેવી તંત્રની સૂચનાને પગલે ભીરંડીયારા અને ધોરડો ખાતેથી પ્રવાસીઓ માટે ઇ-પરમીટની ગોઠવાયેલ વ્યવસ્થાની પૂરક વિગતો પણ આપી હતી.
વાસણભાઈ આહિરે મૂલાકાત અંગે વધુમાં જણાવ્યું હતું કે, દેશ-દુનિયાના લોકોમાં સફેદ રણ જોવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે ધોરણો ખાતે સફેદરણને માણવા આવતાં પ્રવાસીઓને વિશેષ સુવિધા મળી રહે તે માટે વિવિધ માર્ગોનાં માળખાકીય તેમજ આનુષાંગિક કામો માટે રાજય સરકારે રૂપિયા ૧૩ કરોડ વધુ મંજૂર કર્યાં છે. આ ઉપરાંત ભીરંડીયારાથી ધોરડો સુધી સમગ્ર વિસ્તારમાં ચાલતાં 37 જેટલાં રીસોર્ટ મારફતે પણ અનેક લોકોને સફેદરણનાં માધ્યમથી રોજગારી પણ પ્રાપ્ત થઇ રહી છે.