ETV Bharat / state

Cyclone Biporjoy: ચક્રવાત બિપરજોય કચ્છના જખૌ તરફ ફંટાયું, કંડલા બંદરે 4 નંબરનું સિગ્નલ, વહીવટી તંત્ર એલર્ટ મોડમાં

author img

By

Published : Jun 11, 2023, 4:45 PM IST

અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયેલું બિપરજોય ચક્રવાત કચ્છ તરફ ફંટાયું છે. કચ્છના કંડલા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું માંડવી કરાંચી વચ્ચે દરિયા કિનારે ટકરાય તેવી શકયતા દર્શાવવામાં આવી છે. હવાામાન વિભાગે ત્રણ જિલ્લાઓ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કર્યું છે.

હવાામાન વિભાગે
હવાામાન વિભાગે

બિપરજોય કચ્છ તરફ ફંટાયું

કચ્છ: બિપરજોય ચક્રવાત કચ્છના જખૌ તરફ ફંટાતા વહીવટી તંત્રે સતર્કતા વધારી છે. બિપરજોય લગભગ પાકિસ્તાન અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપરજોય અંગે હવાામાન વિભાગે કેટલાક એલર્ટ આપ્યા છે. 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લાઓ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કર્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

કંડલા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ: સંભવિત વાવાઝોડાને લઈને કંડલા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો વાવાઝોડાએ બદલેલો ટ્રેક કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર તરફનો જોવા મળી રહ્યું છે. જો કે વાવાઝોડું હજુ પણ નલિયાથી 610 કિમી દૂર છે અને સતત દિશા બદલી રહ્યું છે. બિપરજોય હાલ પોરબંદરથી 450 કિલોમીટર દૂર છે.

12થી 14 જૂન વચ્ચે વરસાદની આગાહી: હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે 12થી 14 જૂન વચ્ચે તોફાની વરસાદ વરસે તેવી આગાહી પણ કરવામાં આવી છે.તો માંડવીમાં દરિયામાં કરન્ટ પણ જોવા મળતો હતો. અતિ તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાયેલા બિપોરજોય ચક્રવાત પ્રતિ કલાક 13 કિલોમીટરની ઝડપે કચ્છના જખૌ થઈ પાકિસ્તાન તરફ આગળ વધી રહયું છે.

બંદર અને બીચ પર અવરજવર બંધ: બિપરજોય વાવાઝોડાની અસર તળે કચ્છના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો. દરિયો તોફાની બનવાની શકયતાને ધ્યાને લઈ માંડવી બીચ પર લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે. તો આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો બીજી બાજુ જખૌ બંદરે કોસ્ટગાર્ડ દ્વારા જહાજ, એરક્રાફટ અને રડાર સ્ટેશનની મદદથી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

  1. Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
  2. Cyclone Biparjoy: સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા જાફરાબાદનુ સ્થાનિક પ્રશાસન એલર્ટ
  3. Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઇને રાજ્યના ગૃહપ્રધાનનું નિવેદન, કહ્યું- તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ
  4. Cyclone Biparjoy: બિપરજોય ચક્રવાતનો ખતરો વધ્યો, અમરેલીના દરિયામાં ભારે કરંટ બાદ બોટ સેવા બંધ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.