ETV Bharat / state

નલિયા  સામુહિક દૂષ્કર્મ કેસની પીડિતા અને તમામ સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવા કોર્ટનો હુકમ

કચ્છ સહિત સમગ્ર રાજય અને દેશમાં 2017માં ભારે ગાજેલા નલિયા સામુહિક દૂષ્કર્મ (Naliya gang rape) કેસની પીડિતા અને તમામ સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવા તથા આ સાક્ષીઓના હાલચાલનો અહેવાલ દર પંદર દિવસે આપવા જિલ્લા અદાલતે જિલ્લા પોલીસ અધિક્ષકને આદેશ કર્યો હતો.

naliya_duskarm_case
naliya_duskarm_case
author img

By

Published : Oct 22, 2021, 1:21 PM IST

  • 2017માં ભારે ગાજેલા નલિયા સામુહિક દૂષ્કર્મ કેસનો મામલો
  • મહત્વના સાક્ષી ગેરહાજર રહેતાં કેસની ગંભીરતા નજરે જિલ્લા કોર્ટે કર્યો આદેશ
  • તમામ સાક્ષીને તત્કાલ પોલીસ રક્ષણ પૂરું પાડવા કોર્ટનો આદેશ

કચ્છ: નલિયા સામુહિક દૂષ્કર્મ (Naliya gang rape) કેસના પુરાવા રજુ કરવાના મહત્વના તબકકે પહોંચેલા આ કેસમાં જુબાની માટે બોલાવાયેલા 6 સાક્ષી પૈકીના 3 જણ તેમને સમન્સ મળી ગયા પછીયે અદાલત (court) સમક્ષ હાજર રહયા ન હોવાના અને તેમના મોબાઇલ ફોન સ્વીચઓફ (mobile switch off) મળવાના ઘટનાક્રમ બાદ અત્રેના અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવીએ આ આદેશ (court order) કર્યો હતો.

ન્યાયાધીશે એસ.પી.ને કર્યો આદેશ

ઉપરાંત કૉર્ટે અવલોકન કર્યું હતું કે ભોગ બનનાર ઉપર રાજકીય વગ ધરાવતાં લોકોએ સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આરોપ છે. સાક્ષીઓ અદાલત સમક્ષ રૂબરૂ આવતા ખચકાતાં હોય તેમ જણાય છે. એ જ રીતે, અનેક સાક્ષીઓ ફરી પણ ગયાં છે. માટે તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવો આદેશ ન્યાયાધીશે એસ.પી.ને કર્યો હતો.

આ પણ વાંચો: 100થી વધુ દેશોમાં વૈવાહિક દુષ્કર્મની મળે છે સજા, જાણો શું છે ભારતમાં કાયદો?

દર 15 દિવસે સાક્ષીઓના હાલચાલનો અહેવાલ આપવા હુકમ કર્યો

વર્ષ 2017ના આ કેસની ગંભીરતા તથા મહત્વના સાક્ષી ગેરહાજર રહેવાને કેન્દ્રમાં રાખીને પ્રકરણના તમામ સાક્ષીઓને પોલીસ રક્ષણ પુરૂં પાડે તથા આ સાક્ષીઓના હાલચાલ બાબતનો અહેવાલ દર 15 દિવસે બીજો હુકમ આ સંબંધી ન થાય ત્યાં સુધી આપવા ન્યાયાધીશે એસ.પી.ને હુકમ કર્યો હતો.

આ પણ વાંચો:વડોદરા હાઇપ્રોફાઇલ રેપ કેસ: 69 વર્ષીય અશોક જૈનને સાથે રાખી પોલીસે અઢી કલાક સુધી ક્રાઇમ સીન પર કર્યું રિકન્સ્ટ્રકશન

સાક્ષીઓને પોલીસ પ્રોટેક્શન આપવા હુકમ કરવામાં આવ્યો છે: અધિક જિલ્લા સરકારી વકીલ

આ સુનાવણીમાં આ કેસ માટે ખાસ નિયુકત સરકારી વકીલની અવેજીમાં અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહયા હતા અને ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે," આ કેસમાં જે 6 સાક્ષી પૈકીના 3 જણ તેમને સમન્સ મળ્યા હતા પરંતુ કોર્ટમાં હાજર રહયા ન હતા અને પોલીસે તેમનો મોબાઈલ પર કોન્ટેક્ટ કરતા મોબાઇલ ફોન સ્વીચઓફ આવતાં કોર્ટે આદેશ કર્યો છે કે તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને દર 15 દિવસે સાક્ષીઓની પરિસ્થિતિ અંગેનું રિપોર્ટ કરવું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.