ETV Bharat / state

મારણ કરતા સિંહ જોયા છે ? જુઓ આ વાયરલ વીડિયો - AMRELI LION HUNTING BULL

અમરેલીના રાજુલામાં શિકારની શોધમાં આવેલા ચાર સિંહ એક આખલાને ઘેરતા નજરે પડ્યા હતા. આ સમગ્ર બનાવનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 11:56 AM IST

અમરેલી : અવારનવાર અમરેલી જિલ્લાના 11 તાલુકામાં વસવાટ કરતા સિંહ પરિવાર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર શિકારની શોધમાં આવી ચડતા હોય છે. હાલમાં જ રાત્રિના સમયે અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ પોટ વિસ્તારની અંદર ચાર જેટલા સિંહ શિકારની શોધમાં પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આખલાનો શિકાર કરતા સિંહ : અમરેલી જિલ્લાના રાજુલા પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલો છે. અહીં રાત્રીના સમયે ચાર જેટલા સિંહ શિકાર કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક આખલાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખલો સિંહ સામે ઝઝૂમ્યા અને આખરે પોતાનો જીવ બચાવવા આખલો પોર્ટ વિસ્તારની અંદર નાસી છૂટ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મારણ કરતા સિંહ જોયા છે ? જુઓ આ વાયરલ વીડિયો (ETV Bharat Gujarat)

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો : રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં શિકાર કરવા પહોંચેલા ચાર સિંહોએ એક આખલાએ ઘેર્યો હતો. આખલા પાછળ સિંહ દોડ લગાવે એ પહેલા જ આખલાએ દોડ લગાવી અને જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવનો વીડિઓ સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જનતા જોગ અપીલ : ધારી વન વિભાગે DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમરેલી તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બૃહદ ગીર વિસ્તાર અને જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી પસાર થતા સમયે કોઈ વ્યક્તિએ કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઘન કચરો જંગલમાં ન નાખવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ કોઈપણ પ્રકારના પશુ પક્ષીને પણ ખોરાક કે અન્ય વસ્તુ ન નાખવી.

  1. અમરેલીમાં શિકારીને ભાગવું પડ્યું, સિંહનો વીડિયો થયો વાયરલ
  2. અમરેલીમાં હાઈવે પર સાવજોની લટાર, 2 સિંહ જોવા મળ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.