ETV Bharat / state

Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ

વૈશ્વિક કોરોના મહામારીએ (Corona epidemic)પહેલી લહેરથી આજ સુધી અનેક લોકોના જીવ લીધા છે. કેટલા બધા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાની (Assistance to the family of the deceased in Corona )કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.કચ્છમાં પણ અત્યાર સુધી 1,200 ફોર્મ લોકો લઈ ગયા તેમાંથી 500 જેટલા ફોર્મ ભરાઈ (Corona Sahay Yojana Form )ગયા છે અને કચેરીએ જમા કરાવવામાં આવ્યા છે.

Corona Assistance Scheme:  કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ
Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ
author img

By

Published : Dec 1, 2021, 8:45 PM IST

  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારને 50,000ની સહાય
  • જિલ્લામાં અત્યાર સુધી 1245 ફોર્મનો ઉપાડ થયો, 520 જમા પણ થઈ ગયા
  • સતાવાર મૃત્યુના આંકડા કરતા વધારે ફોર્મ ઉપડ્યા

કચ્છઃ વૈશ્વિક કોરોના મહામારીથી કચ્છ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હોસ્પિટલમાં મૃતદેહો પણ વેઈટીંગ લિસ્ટમાં પડ્યા રહેતા હતા. હાલમાં સંક્રમણ ઓછું થતાં કોરોના કાળમાંથી આપણે સૌ બહાર આવ્યા છીએ. છેલ્લા બે વર્ષથી અનેક પરિવારોએ વ્યક્તિ ગુમાવ્યો તેની ખોટ તો કોઈ પૂર્ણ કરી શકે તેમ નથી પણ રાજ્ય સરકાર દ્વારા પરિવારને આર્થિક મદદ(Corona Death Sahay Yojana in Gujarat ) કરવાના હેતુસર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂ.50,000 હજારની આર્થિક સહાય ચૂકવવાનું શરૂ કર્યું છે.

Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ

જરૂરી આધાર પુરાવા પૂરા પાડીને મેળવી શકાય છે સહાય

કચ્છ જિલ્લામાં પણ દરેક તાલુકામાં મામલતદાર કચેરી ખાતે લાભ લેનાર વ્યક્તિ ફોર્મ લઈને જરૂરી આધાર પૂરા પાડીને અરજી કરી શકે છે.અરજી કર્યા બાદ આધાર પુરાવા અને ફોર્મની સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ મૃતકોના વારસદારના ખાતામાં રૂ.50,000 હજારની આર્થિક સહાય( Assistance to family in Kutch )ચૂકવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધી 1245 ફોર્મનો ઉપાડ થયો, 520 જમા

જિલ્લામાં ગત મંગળવારથી કોરોના સહાય માટેના ફોર્મ ભરવાની કામગીરીની શરૂઆત થઈ છે. તો સપ્તાહ દરમ્યાન જિલ્લામાં 1,245 ફોર્મનો ઉપાડ થયો છે અને તે પૈકી 520 ફોર્મ જમા થઈ ગયા છે જે સતાવાર મૃત્યુઆંક કરતા વધુ છે. આ દરમિયાન અરજી કરનારાઓ પૈકી અંદાજે 90 જેટલા લોકોના બેંક ખાતામાં રૂપિયા 50 હજારની આર્થિક સહાય જમા થઇ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

સતાવાર મૃત્યુના આંકડા કરતા વધારે ફોર્મ ઉપડ્યા

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર અત્યાર સુધી 282 લોકોના સતાવાર મોત નિપજ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.જોકે તંત્રના આંકડા મુજબ જિલ્લામાં સતાવાર મૃત્યુઆંક કરતા 238 ફોર્મ વધુ ભરાઈને જમા કરવામાં આવ્યા છે.

આ સહાય યોજના માટે જિલ્લામાં કમિટીની રચના કરવામાં આવી

આ સહાય અંગે માહિતી આપતાં ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટે ETV Bharatને જણાવ્યું હતું કે,આ સહાય એવા લોકોને મળી રહી છે જે લોકોના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોવિડ લખેલ છે પણ જેમના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોવિડ નથી અને આ મહામારીથી તેઓનું મોત થયું છે તેવા લોકોને પણ સહાય આપવામાં આવશે. આ માટે જિલ્લામાં કમિટીની રચના પણ કરવામાં આવી છે. વ્યક્તિને કોવિડનો ચેપ લાગ્યો હોય તેવો એકપણ પુરાવો હોય તો તે વ્યક્તિ સહાય મેળવવા માટે હક્કદાર છે.

આ પણ વાંચોઃ AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું

આ પણ વાંચોઃ Startup Fair in Ahmedabad: વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વ્હિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.