ETV Bharat / state

Congress Protest at Bhuj Hospital : જી કે જનરલમાં ગરીબ દર્દીઓ લૂંટાતા હોવાની રાવ સાથે કોંગ્રેસે કર્યાં ધરણા - ભૂજ હોસ્પિટલમાં કોંગ્રેસનો વિરોધ

અદાણી ગ્રુપ સંચાલિત ભૂજની જી. કે. જનરલ હોસ્પિટલમાં બેફામ ચાર્જ વસૂલાતો હોવાના મુદ્દે કોંગ્રેસે આજે ધરણાં (Congress Protest at Bhuj Hospital) કર્યાં હતાં. કોંગ્રેસ દર્દીઓની નિઃશુલ્ક સારવારની માગ કરી રહી છે.

Congress Protest at Bhuj Hospital : જી કે જનરલમાં ગરીબ દર્દીઓ લૂંટાતા હોવાની રાવ સાથે કોંગ્રેસે કર્યાં ધરણા

author img

By

Published : Jan 6, 2022, 4:42 PM IST

ભૂજઃ ભૂજમાં અદાણી સંચાલિત મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલમાં આજે કોંગ્રેસ દ્વારા (Kutch Congress Protest) ધરણા કરવામાં આવ્યા હતાં. સરકારી હોસ્પિટલ હોવા છતાં અદાણી દ્વારા બેફામ ચાર્જ વસૂલવામાં આવે છે જેનાથી દર્દીઓને હાલાકી વેઠવી પડે છે જેથી નિઃશુલ્ક સારવાર મુદ્દે ધરણા કરવામાં આવ્યા હતાં.

બીપીએલ લાભાર્થીના પણ રુપિયા લેવાય છે

કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ કે જ્યાં સમગ્ર કચ્છમાંથી દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે. સારવાર નિઃશુલ્ક હોવા છતાં અહીં બેફામ ચાર્જ (G K General Hospital unreasonable charges) લેવામાં આવે છે. એક્સ રે, લેબોરેટરી રિપોર્ટ સહિતની સેવાઓના ચાર્જ લેવાય છે. ઘણી દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવા છતાં લખી અપાય છે જેથી બહારથી ખરીદવી પડે છે. બીપીએલના લાભાર્થીઓ પાસેથી પણ રૂપિયા લેવાય છે ખરેખર તેઓ મફત સારવારના હકદાર છે.

કચ્છ કોંગ્રેસે ગરીબ દર્દીઓને નિ:શુલ્ક સારવારની માગ કરી

સરકારી હોસ્પિટલમાં ખાનગી હોય એ પ્રકારે વર્તાવ કરીને ફી વસૂલવામાં આવે છે

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ ખાનગી હોય એ પ્રકારે વર્તાવ કરીને દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે જે ખરેખર યોગ્ય નથી. દૂરદૂરથી લોકો આશા સાથે હોસ્પિટલમાં આવતા હોય અને સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબ આપીને દર્દીની મજબૂરીની હાંસી ઉડાવાય તે યોગ્ય નથી. તો અવારનવાર તબીબી સ્ટાફની અને દવાઓની અછતના નામે સારવારથી વંચિત રાખવામાં આવે છે. તેમ (Kutch Congress Protest) કોંગ્રેસે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ કચ્છમાં અદાણી સંચાલિત કોલેજના 40 વિદ્યાર્થીઓ એક સાથે કઈ રીતે બીમાર પડ્યા? જુઓ

દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે: પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ અને હોસ્પિટલ વિભાગ

હોસ્પિટલના લેબના ચાર્જીસ, સોનોગ્રાફી, એક્સ રે, સિટી સ્કેન વગેરેના પણ ચાર્જીસ (G K General Hospital unreasonable charges) લેવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓના હિત માટે કરીને આ ચાર્જીસ દૂર કરવામાં આવે તેવી માગ સાથે ધરણાં (Kutch Congress Protest) કરવામાં આવ્યા હતા. ઉપરાંત બહારની કોઈ ખાનગી હોસ્પિટલમાં જે ચાર્જ હોય છે તે જ ચાર્જ સરકારી હોસ્પિટલમાં લેવામાં આવી રહ્યા છે. સોનોગ્રાફીની જે રિપોર્ટ હોય છે તે દર્દીઓને 3-3 દિવસે મળી રહ્યાં છે ત્યાં સુધી દર્દીની હાલત ગંભીર થઈ જતી હોય છે. હોસ્પિટલ દ્વારા દર્દીના આરોગ્ય સાથે ચેડાં થતાં હોય છે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ અને હોસ્પિટલ વિભાગના પ્રમુખ હબીબશા સૈયદે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.