માસિક એ કુદરતી પ્રક્રિયા હોવાથી તેને અપવિત્ર ન ગણો: કચ્છમાં રાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ - મેંસ્ત્રુઅલ હાઈજીન ડે
કચ્છના મુન્દ્રા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 28મી મેના રોજ રાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ (મેંસ્ત્રુઅલ હાઈજીન ડે- MHD)ની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે અને તેને પવિત્ર ગણવાની સાથે કોઈપણ ભેદભાવ ન રાખવા ગ્રામ સ્તરે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કચ્છ: અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 25 સંગીની બહેનો દ્વારા માસિક સ્ત્રાવની દિવસની ઉજવણી પ્રસંગે બહેનોમાં માસિક દરમિયાન વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનું જણાવી માર્ગદર્શન આપતા કહ્યું કે, કિશોરીઓમાં 8 થી 17 વર્ષ સુધીમાં શરુ થઇ શકે છે. અંગત સ્વચ્છતા રાખવા હાઈજીન પેડ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત બદલવા ઉપરાંત શારીરિક સ્વચ્છતા પણ આવશ્યક છે. ફાઉન્ડેશન દ્વારા કાર્યરત આશા સહેલી ગ્રુપ દ્વારા વિવિધ સેનેટરી પેડનું વિતરણ તેમજ તેના નિકાલ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત સુપોષણ પ્રોજેક્ટ દ્વારા મુન્દ્રા તાલુકામાં 35 સંગીની બહેનો દ્વારા 54 ગામોમાં બાળકો, કિશોરી અને મહિલાઓમાં કુપોષણ અને એનીમીયાની કમી દુર કરવા માટે જાગૃતિ કેળવવામાં આવે છે. જે અંતર્ગત સામાન્ય, કુપોષિત અને અતિ કુપોષિત કેટેગરી નક્કી કરવામાં આવી હતી અને કુપોષિત 130 બાળકોને પોક્ષણક્ષમ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં કોમ્યુનિટી માલ ન્યુટ્રીશિન સેન્ટર (CMTC) દાખલ કરી તેમને સામાન્ય કેટેગરીમાં લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કિશોરી અને મહિલાઓમાં એનીમીયાની કમી દુર કરવા માટે ટચ એચબી મશીન દ્વારા હિમોગ્લોબીનની માત્ર તપાસવામાં આવી હતી. તથા હિમોગ્લોબીનમાં વધારો થાય તે માટે કિચનગાર્ડનમાં વધારો, વાનગી હરીફાઈ, સ્ટ્રીટ પ્લે, આયર્ન ફોલિક એસીડની ગોળી પીવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડીસ્ટેન્સીન્ગ જાળવવામાં આવ્યું હતું.