જૂનાગઢ: વર્ષ 2007માં જૂનાગઢના ઇતિહાસને કલંકિત કરનારી દુષ્કર્મની એક ઘટના બની હતી. દાતાર પર્વત પર 15 અને 18 વર્ષની બે કિશોરીને મોહન ગોહિલ અને મહેશ ચૌહાણ નામના નરાધમોએ દુષ્કર્મનો ભોગ બનાવ્યો હતો. ત્યારબાદ રાજકોટની 15 વર્ષની કિશોરીની નીર્મમ હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યા બાદ બે વર્ષ સુધી ફરાર રહેલા આરોપી મુંબઈથી પકડાયા હતા.
આ સમગ્ર મામલો ન્યાયતંત્રમાં ચાલી જતા બંને આરોપીને કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. મહેશ ચૌહાણ અને મોહન ગોહિલ બંને આરોપીઓ HIV પોઝિટિવ હોવાને કારણે તેમને ફાંસીની સજાની સામે આજીવનન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જે પૈકી મહેશ ઉર્ફે ભદો કચ્છની પાલરા જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢની હત્યાનો આરોપી પાલરા જેલમાંથી ફરાર:
13મી મે 2007 નો આ દિવાસી જૂનાગઢના ઇતિહાસને સૌથી વધારે કલંકિત કરનારો દિવસ બન્યો હતો. જ્યાં લોકો આસ્થા સાથે જતા હોય છે તેવા દાતાર પર્વત પર જૂનાગઢ અને રાજકોટની બે કિશોરીઓ પર મહેશ અને મોહન નામના બે નરાધમોએ પાસવી અત્યાચાર ગુજારીને રાજકોટની 15 વર્ષની કિશોરીની નિર્મમ હત્યા કરી હતી. ત્યારબાદ આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જ્યાં અસ્થાનનું ધામ છે તેવા સ્થળ પર બે કિશોરીઓ સાથે જાતીય દુષ્કર્મની સાથે એક કિશોરીની નિર્મલ હત્યા થતા સમગ્ર રાજ્યમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
બે વર્ષ બાદ મુંબઈથી પકડાયા: રાજકોટની એક કિશોરી પર દુષ્કર્મ બાદ તેની હત્યા અને બીજી કિશોરીને દુષ્કર્મનો ભોગ બનાવીને મોહન અને મહેશ નામના આ બંને નારધમો બે વર્ષ સુધી પોલીસ પકડથી દૂર હતા. આ બંને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા. આ આરોપીઓ બે વર્ષ સુધી મુંબઈ શહેરમાં કચરો વીણવાનું કામ કરીને પોલીસથી પોતાની જાતને છુપાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી મોહન ગોહિલે તેની પૂર્વ પત્નીને ફોન કરી વાત કરી હતી ત્યારે આ બંને જનની બાતમી મળતા સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો હતો.
આ બંને આરોપીઓ મુંબઈમાં હોવાની માહિતી મળતા જ જૂનાગઢ પોલીસે ખૂબ જ ગુપ્તરાહે અને વેશ બદલો કરીને મહેશ અને મોહનને મુંબઈથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આ આરોપીને પકડવા પોલીસ માટે પણ એક ચેલેન્જ હતી જે પોલીસે બે વર્ષ બાદ પૂર્ણ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
મામલાની સુનાવણી થતા બંને આરોપીને ફાંસીની સજા થઈ:
બે વર્ષ બાદ પોલીસ પકડમાં આવેલા મહેશ અને મોહન નામના બંને આરોપીઓ સામે કોર્ટમાં દૈનિક અને અગ્રતા ધોરણે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા 260 જેટલા પુરાવાઓ અને 107 જેટલા સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા. જેને કોર્ટે માન્ય રાખતા બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. ફાંસીની સજા થયા બાદ બંને આરોપીની તબીબી પરીક્ષણ કરતા આરોપીઓ HIV ગ્રસ્ત સામે આવતા તેની ફાંસીની સજા રદ કરીને તેને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
ત્યારબાદ આ બંને આરોપીને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી કચ્છની ભાલારા જેલમાં બે આરોપી પૈકી એક મહેશ ઉર્ફે ભદો સજા કાપી રહ્યો હતો. 26 નવેમ્બરે વચગાળાના જામીન મેળવીને બહાર નીકળ્યો હતો. તેણે 4 ડિસેમ્બરના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ મહેશ ઉર્ફે ભદો જેલમાં હાજર ન થતા પાલરા જેલ પ્રશાસને ભુજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મુખ્ય આરોપી મોહન પર ચાર દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ:
ચકચારી જાતીય દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મોહન ગોહિલે અગાઉ ચાર વખત દુષ્કર્મ અને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. પરંતુ કોર્ટમાં તેની સામે કોઈ પાક્કા પુરાવા રજૂ ન થતા ચારેય કિસ્સામાં મોહન નિર્દોષ છૂટ્યો હતો. પરંતુ દાતાર પર્વત પર થયેલા ચકચારી દુષ્કર્મ અને હત્યાના આરોપમાં મોહનની સાથે રહેલો મહેશ ઉર્ફે ભદાને આમ બંને જણાને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. હાલ મુખ્ય આરોપી મોહન રાજ્યની અન્ય જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે.
આ પણ વાંચો: