ETV Bharat / state

Castration Camp : નખત્રાણામાં ખસીકરણ ઝૂંબેશનો પ્રારંભ, રખડતાં ઢોરોની સમસ્યાઓ સામે સરકાર એક્શનમાં - આખલાઓનું ખસીકરણ

કચ્છમાં નખત્રાણા પશુપાલન શિબિર (Castration Camp in Kutch ) તથા ખસીકરણ ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેકટ હેઠળ રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે આખલાઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે.

Castration Camp : નખત્રાણામાં ખસીકરણ ઝૂંબેશનો પ્રારંભ, રખડતાં ઢોરોની સમસ્યાઓ સામે સરકાર એક્શનમાં

author img

By

Published : Jan 28, 2023, 9:32 PM IST

કચ્છ : રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે.

રસીકરણ સહિતના દરેક મુદે સંવેદનશીલતા : કૃષિપ્રધાન રાઘવજી પટેલે પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝૂંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે. તેથી અકસ્માતો અને લોકો પરના હુમલા ટાળી શકાશે. ઉપરાંત ખસીકરણ કરેલા નંદીઓને પાંજરાપોળ રાખવા સહમત થઇ હોવાથી સરકારના આ નવતર અભિગમથી લોકોને મોટી રાહત થશે. કચ્છમાં પશુઓની સંખ્યા વધુ છે. ત્યારે સરકાર કચ્છમાં ડોકટરના મહેકમ, પશુ દવાખાના, રસીકરણ સહિતના દરેક મુદે સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેમણે પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી ગર્ભાધાન પદ્ધતિનો સહારો લેવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, રાજયના 21 જિલ્લામાં 33 લાખથી વધુ કૃત્રિમ ગર્ભાધાનની કામગીરી કરાઇ છે.

આ પણ વાંચો Raghavji Patel in Morbi : મોરબીમાં રાજ્યવ્યાપી ખૂંટ આખલા ખસીકરણ અભિયાનનો પ્રારંભ

72 હજારથી વધુ પશુ આરોગ્ય મેળા : આ પ્રસંગે રાજય સરકારની કામગીરી અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજયના પશુઓના યોગ્ય પોષણ માટે તથા તેને સાચવતી સંસ્થાઓનું ભારણ ઘટે તે માટે સરકારે ગૌમાતા પોષણ યોજના શરૂ કરી છે. જેમાં પશુદીઠ દૈનિક રૂપિયા 30નો ખર્ચ સરકાર આપે છે. આ સાથે સરકારે અત્યાર સુધી 72 હજારથી વધુ પશુ આરોગ્ય મેળા આયોજિત કરીને 2 કરોડથી વધુ પશુઓની સારવાર કરી છે. રાજયમાં 10 ગામદીઠ હરતાફરતાં પશુ દવાખાના કાર્યરત છે. જે અનુસંધાને 465 દવાખાનાના માધ્યમથી 5300 ગામડાને આવરી લેવાયા છે. જેનાથી 45 લાખથી વધુ પશુઓની સારવાર અપાઇ છે. સરકાર પક્ષીઓ માટે પણ સંવેદનશીલ હોઇ મકરસંક્રાતિ સમયે કરૂણા અભિયાન ચલાવે છે . ચાલુ વર્ષે 50 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે. ખરવા -મોડાસા રોગને નાથવા સક્રીય રસીકરણ અભિયાનમાં શરૂ કરાયું છે.

  • આજરોજ નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવીને સૌ ઉપસ્થિત ખેડૂત ભાઇઓ-બહેનોને પશુઓ તથા પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજય સરકાર કટિબદ્ધ છે એવો વિશ્વાસ પાઠવ્યો. pic.twitter.com/ddOaZ2jiIy

    — Raghavji Patel (@RaghavjiPatel) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પશુપાલન ક્ષેત્રે કચ્છનો વધુ વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ ખેડૂતો તથા પશુપાલકોને સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન ખેડુતોની આવક બમણી કરવા કટીબધ્ધ છે ત્યારે આ દિશામાં મુખ્યપ્રધાનના નેતૃત્વમાં રાજય સરકાર સક્રીય કામગીરી કરી રહી છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કચ્છનો વધુ વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ડેમમાં નર્મદાના પાણી નાખવાની યોજના સરકારે મંજૂર કરી છે જેનાથી કચ્છની કાયાપલટ થશે તેવું વધુમાં તેમણે જણાવ્યું હતું.

જુદી જુદી સંસ્થાઓને ચેક અપાયાં આ કાર્યક્રમમાં પ્રધાને મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના હેઠળ નખત્રાણા ગૌસેવા કેન્દ્રને રૂ.10,46,040 , શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ ભુજને રૂ.24,50,880, સંતશ્રી વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટ અંજારને રૂ. 5,13,360, શ્રી કૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂ.10,26,720, શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂ.9,38,400 નો ચેક અર્પણ કર્યો હતો.

આ પણ વાંચો Surat Municipal Corporation : શ્વાન ખસીકરણ પાછળ 45 લાખનો ધુમાડો, છતાં 80 હજાર શ્વાન રોડ પર

જુદી જુદી યોજનાઓ હેઠળ સહાય અપાઇ આ સાથે જ પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી સહાય યોજના હેઠળ રૂ.18 હજારનો ચેક સુખપર રોહાના ભાવનાબેન પિંડોરીયાને, બકરા એકમની સ્થાપના માટે રૂ.45 હજારનો ચેક ભડલીના રવજીભાઇ મહેશ્વરીને, રૂ. 45 હજારનો ચેક શ્રી કાસમ મામદ કાતીયારને તથા રૂ. 45 હજારનો ચેક જડોદરના હલીમાબાઇ પડયારને આપવામાં આવ્યો હતો.

આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરસનસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, નખત્રાણા તાલુકા ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, નખત્રાણા તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મહામંત્રી લાલજીભાઇ રામાણી, સરપંચ રિધ્ધીબેન વાઘેલા, અગ્રણી દિલીપભાઇ નરસંઘાણી, પ્રાંત અધિકારી ડો. એમ.બરાસરા, અધિક પશુપાલન નિયામક ડો.કિરણ વસાવા, વિભાગીય સંયુકત પશુપાલન નિયામક ડો.ભરતસિંહ ગોહિલ, રાજકોટ વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર , પશુપાલન વિભાગના ડોકટર તથા કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.