ETV Bharat / state

BSF Gujarat: ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી - border area Kutch

BSF ગુજરાત (BSF Gujarat) ફ્રન્ટિયરના આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જવાનોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.

BSF Gujarat: ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી

author img

By

Published : Jan 25, 2023, 1:18 PM IST

આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના આઇજી રવી ગાંધી 3 દિવસ માટે મુલાકાતે આવ્યા હતા. કચ્છની સંવેદનશીલ બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ અને સમીક્ષા કરી હતી. જવાનોની સાથે સંવાદ કરીને પ્રશ્નો અને સમસ્યાઓથી પરિચિત થયા હતા.

આ પણ વાંચો REPUBLIC DAY 2023: પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ ?

ઓપરેશનલ તૈયારીઓ: BSF ગુજરાત ફ્રન્ટિયર આઈજી રવી ગાંધી તારીખ 13 થી તારીખ 16 જાન્યુઆરી 2023 દરમિયાન ભુજ સેક્ટરની સરહદની મુલાકાતે હતા. તેમણે હરામીનાલા સહિતની આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી અને હાશકો વ્યક્ત કર્યો. તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા બાંધકામ અને અસરકારક સરહદ વર્ચસ્વ માટે ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

BSF સજ્જ: BSG ગુજરાત ફ્રન્ટીયરના આઇ.જી કચ્છની મુલાકાત અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 3 દિવસ કચ્છ બોર્ડરની મુલાકાત અને સુરક્ષાની સમિક્ષા કરી હતી.દરેક પરિસ્થિતિમા કામ કરવા માટે BSF સજ્જ છે.તેમજ સરકારના પ્રયાસોથી સતત સુરક્ષા અને સુવિદ્યા વધુ સુદ્રઢ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે.કચ્છ બોર્ડર પર ડ્રગ્સ સહિતની ધુસણખોરી રોકવા માટે BSF સજ્જ છે.હરામિનાળા સહિત કચ્છની બોર્ડર પર સતત સુરક્ષા માટે આધુનીક વ્યવસ્થા ઉભી કરવા પ્રયત્ન થઈ રહ્યા હોવાનું BSF આઇજી રવી ગાંધીએ જણાવ્યું હતું.

સમૃદ્ધ રાષ્ટ્ર: વિવિધ સરહદી ચોકીઓ પર સૈનિકોને સંબોધિત કરતી વખતે રવી ગાંધીએ પડકારજનક પરિસ્થિતિમાં આપણા દેશની સરહદોનું રક્ષણ કરવામાં તેમની ભૂમિકાને બિરદાવી હતી. સૈનિકોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રની આંખ અને કાન છે અને BSF દ્વારા લેવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પગલાં વિશે સૈનિકોને માહિતગાર કર્યા. રાષ્ટ્રના વિકાસ માટે સરહદોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સરહદી વિસ્તારમાં ચાલી રહેલી આર્થિક ગતિવિધિઓને તમામ મદદ આપી રહ્યા છીએ. BSF એ રાષ્ટ્રની સંરક્ષણની પ્રથમ લાઇન છે. તેમણે 'સુરક્ષિત સરહદ, સમૃદ્ધ રાષ્ટ્ર'ના BSFના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો.

જવાનોની સમસ્યાઓથી: બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઇજી રવી ગાંધીએ ભારત- પાકિસ્તાન સરહદે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા ફોરવર્ડ ક્રીક વિસ્તારમાં પહોંચ્યા હતા. પિલર 1175 પર સૈનિકો સાથે રાત વિતાવી હતી. ખાડીમાં ફરજ દરમિયાન આવતી સમસ્યાઓથી પરિચિત થયા હતા. હરામીનાળાની ઊભી અને આડી ખાડીઓ અને કાદવવાળા વિસ્તારમાં પણ પગપાળા મુલાકાત લીધી હતી. બિંદુવાર બોર્ડર ડોમીનેશન ,સરહદની સુરક્ષા, વહીવટી, લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સમીક્ષા કરી હતી.

સરહદોની સુરક્ષા: આઇજીએ હરામીનાળા અને સરક્રીક પર તૈનાત બીએસએફ ટુકડીઓની જરૂરિયાતોને ખૂબ જ કાળજીપૂર્વક ઓળખી અને જરૂરી મુદ્દાઓ પર તાત્કાલિક મંજૂરી પણ આપી હતી.બોર્ડર પર સુરક્ષા પ્રત્યે બીએસએફની પ્રતિબદ્ધતા દર્શાવે છે. BSF ભારતની સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને મને, BSF અને સમગ્ર દેશને અમારા અધિકારીઓ અને જવાનો પર ગર્વ છે જેઓ આ સરહદોની સુરક્ષામાં રાત-દિવસ કામ કરી રહ્યા છે.

કલોક પેટ્રોલિંગ: સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષાની વાત કરીએ તો અહીં સુરક્ષા એજન્સીની તમામ પાંખો આંતરરાષ્ટ્રીય સરહદ પર પોતાની ફરજ બજાવી રહી છે, પછી એ એરફોર્સ હોય, નેવી હોય, કોસ્ટગાર્ડ હોય કે BSFના જવાનો હોય, તમામ જવાનો તેમના પરિવારોથી સેંકડો કિલોમીટર દૂર રહીને દિવસ રાત દેશની સુરક્ષા કરી રહ્યા છે. બીએસએફના જવાનો કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય દેશની રક્ષા કરવા માટે ક્યારેય પણ પીછેહટ નથી કરતા. કચ્છના ખાવડા પાસે આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફના જવાનો 24 કલાક રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરે છે.

આ પણ વાંચો Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો તફાવત શું છે?

તાલીમ પણ આપી: રવિ ગાંધી, ઇન્સ્પેક્ટર જનરલ BSF એ BSF ગુજરાત ફ્રન્ટિયરનો ચાર્જ સંભાળ્યો. આ પહેલા તેઓ ફોર્સ હેડક્વાર્ટર BSF, નવી દિલ્હીમાં ઈન્સ્પેક્ટર જનરલ (એડમિનિસ્ટ્રેશન)ના પ્રતિષ્ઠિત પદ પર ફરજ બજાવતા હતા. અત્યંત સંવેદનશીલ BSF ઉત્તર બંગાળ ફ્રન્ટિયરની સફળતાપૂર્વક કમાન્ડિંગ કરવાની તેમની આગવી વિશિષ્ટતા છે. આ કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા લેવામાં આવેલી સરહદ વ્યવસ્થાપનમાં વિવિધ નવી પહેલો અસરકારક રીતે બાંગ્લાદેશ સાથેની પૂર્વ સરહદની દેખરેખમાં હતી. આ ઉપરાંત BSF, તાલીમ કેન્દ્ર અને શાળા, હજારીબાગની એક પ્રીમિયર તાલીમ સંસ્થાનો પણ કમાન્ડ કર્યો છે, જે કમાન્ડો અને વિસ્ફોટકોની તાલીમ માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર માનવામાં આવે છે.

મિશનમાં પણ સેવા: રવિ ગાંધી 1986 બેચના BSF અધિકારી છે, જેમને રાષ્ટ્રને સમર્પિત સેવાનો 36 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે ભારતની પૂર્વ અને પશ્ચિમ સરહદો પર પ્રશિક્ષક અને સ્ટાફ ઓફિસર જેવા જવાબદારીના હોદ્દા પર સેવા આપી છે. તેમણે 1996-97માં બોસ્નિયામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ સેવા આપી હતી. રવિ ગાંધીને તેમના શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, સરાહનીય કાર્ય માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. તેમની શ્રેષ્ઠ અને વિશિષ્ટ સેવાઓ માટે, મહાનિર્દેશક દ્વારા 30 DGCRS ને એનાયત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.