કચ્છના સંવેદનશીલ જળસીમા પરથી અવાર-નવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ છે, ત્યારે હાલ કચ્છના હરામીનાળામાંથી BSF દ્વારા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન 5 બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી છે.
સિંગલ એન્જિનવાળી આ પાકિસ્તાની બોટ મળી આવતા આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ, આ સમય દરમિયાન આ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.