કચ્છઃ દરિયાઈ સીમા તેમ જ મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી કેફી દ્રવ્યો અનેકવાર મળી આવ્યા છે. ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પરથી રક્તચંદનની દાણચોરીની ઘટના (Blood sandalwood seized from Mundra Port) સામે આવી છે. DRIની ટીમે (DRI Operation at Mundra Port) 14 ટન અંદાજિત રક્તચંદન ઝડપી પાડ્યું છે. તેની કિંમત અંદાજિત 7 કરોડ રૂપિયાની છે. જોકે, છેલ્લા ઘણા સમયથી અહીંના બંદરે આયાતનિકાસના નામે મિસડિક્લેરેશનથી દાણચોરીથી પ્રતિબંધિત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી (Incident of smuggling at Mundra port) રહી છે.
દેશની બહાર મોકલવામાં આવી રહ્યું હતું રક્તચંદન - તેવામાં ગઈકાલે (ગુરુવારે) રક્તચંદનનો આટલો મોટો જથ્થો વુડનીઝ આઈટમ ડિક્લેર (Woodens item declare) કરીને દેશની બહાર મોકલવામાં આવી રહ્યું હતું. જોકે, DRIએ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે મુન્દ્રા પોર્ટ પર MICT ટર્મિનલમાંથી DRIએ (DRI Operation at Mundra Port) આ રક્તચંદનનો જથ્થો (Blood sandalwood seized from Mundra Port) એક્સપોર્ટ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું
MICT ટર્મિનલ પર નિકાસ માટે આવેલું 7 કરોડનું રક્તચંદન ઝડપાયું - ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વારા ગુરુવારે સાંજે દુબઈ એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કન્ટેનરમાં વુડનિઝ આઈટમ હોવાનું ડિક્લેરેશન (Woodens item declare) હતું, પરંતુ તેની જગ્યાએ કંઈક બીજું જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને DRIની ટીમે તપાસ હાથ ધરી હતી. તેને ખોલીને ચેક કરતા અંદરથી રક્તચંદન (Blood sandalwood seized from Mundra Port) હોવાનું બહાર આવ્યું હતું.
આ જથ્થો દુબઈ એક્સપોર્ટ થવાનો હતો - DRIએ કરેલી કાર્યવાહીમાં ઝડપાયેલા રક્તચંદન કે, જેનું વજન કરતા તે 14 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો 7થી 14 કરોડ રૂપિયા જેટલી થાય છે. જોકે, તેને સિઝ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હતી. આ જથ્થો અમદાવાદના ICD ખોડીયારથી લોડ થઈને મુન્દ્રા દુબઈ સારજહાં પોર્ટ એક્સપોર્ટ થવા જઈ રહ્યો હતો. ત્યારે DRI દ્વારા કાર્યવાહી કરીને ઝડપી પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- કચ્છમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત, ફરી દરિયાઈ સીમામાંથી મળ્યું ડ્રગ્સ
ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડું બહાર એક્સપોર્ટ કરાય છે - ઉલ્લેખનીય છે કે, ભારતના દક્ષિણીપૂર્વીય ઘાટમાં આ રક્તચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેંચાણ પર પ્રતિબંધ (Prohibition on blood sandalwood) મૂકવામાં આવ્યો છે, પરંતુ ચીનમાં આ રક્તચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોતાં ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડું ચીન મોકલવામાં આવે છે.
અગાઉ પણ પોર્ટ પરથી 6 કરોડનો રક્તચંદનનો જથ્થો ઝડપાયો હતો - ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ખાતે નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો CFSમાં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 6 કરોડ રૂપિયાના રકતચંદનના જથ્થાને ગાંધીધામ DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામ DRIએ કરેલી કાર્યવાહીમાં કુલ 12થી 13 ટન રક્તચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. તો કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટિરિયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટિરિયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહી હતી.