કચ્છ: અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મંગળવારે નલિયા પ્રાન્ત કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રજાના પ્રશ્નોને ભાજપના માધ્યમથી ઝડપથી ઉકેલ લાવીશું.
તેમણે સવારે ફોર્મ ભરતા અગાઉ નલિયાના જંગલેશ્વર મેદાન ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં રાજ્ય સરકારના પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહીર, દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ, પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલ સાથે ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, નિમા આચાર્ય, માલતી મહેશ્વરી સાથે ત્રણે તાલુકા અને જિલ્લાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા઼.
ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના તમામ નેતાઓએ પ્રદ્યુમનસિંહ જાડેજા જ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.