- અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
- ભાજપે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા
અબડાસા/કચ્છ: ભાજપના સાંસદ વિનેદ ચાવડાએ કહ્યું કે, સંગઠનની કામગીરી અને સ્થાનિક ઉમેદવારની લોકપ્રિયતા જમા પાસુ છે. મતદારોમાં ભાજપ તરફી ઉત્સાહ છે અને વિજય નિશ્ચિત છે તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કચ્છ, રાજ્ય અને દેશમાં ભાજપના વિકાસના મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો.
કચ્છના સાંસદની ઈટીવી ભારત સાથે વાતચીત
ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ભૂકંપ પછી કચ્છનો વિકાસ અને ખાસ કરીને તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રેમથી સૌ કોઈ જાણીતા છે. વિનોદ ચાવડાએ કહ્યું કે, ભાજપની સરકાર અને સંગઠને કચ્છના વિકાસમાં ક્યારેય પાછું વાળીને જોયું નથી.
પ્રદ્યુમનસિંહ જાડેજાની સ્થાનિક લોકપ્રિયતા જીતનું જમાપાસું
નર્મદાનું પાણી, ખેડૂતોના પ્રશ્નો, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન સહિતના લાભ છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની સ્થાનિક લોકપ્રિયતા પણ મોટું જમાપાસું છે. પ્રજા માટે કામ કરવાની તેમની પદ્ધતિ મતદારો અને તમામ વર્ગ જાણે છે. તમામ પાસાઓ ભાજપના ઉમેદવારને વિજય અપાવશે.