- હોમગાર્ડસ અને સિવિલ ડીફેન્સ દિવસની ઉજવણી
- કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાન
- કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
કચ્છઃ છઠી ડીસેમ્બરને સમગ્ર દેશમાં હોમગાર્ડસ અને સિવિલ ડીફેન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વાર્ષિક દિવસની ઉજવણી સામાન્ય રીતે અનેક વિધ કાર્યક્રમોથી નાગરીક સંરક્ષણ-ભુજ એકમ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને ઘ્યાને રાખીને નાગરીક સંરક્ષણ કચેરી-ભુજ દ્વારા ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, કચ્છ સાથે સંકલનમાં રહીને કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.
![ભૂજમાં હોમગાર્ડસ અને સિવિલ ડિફેન્સ ડેની ઉજવણી, કોરોના વોરિયર્સનું કરાયું સન્માન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc02bhujsivildefencedaysctipphoto7202731_07122020181951_0712f_1607345391_271.jpeg)
જનજાગૃતિ કાર્યક્રમની ઉજવણી
જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાગરીક સંરક્ષણ દળના વોર્ડન સભ્યો દ્વારા ભુજ શહેરના જયુબીલી ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈને માસ્ક વિતરણ તથા જાગૃતિ અર્થેના પ્લેમ્ફલેટ વિતરણની કામગીરીની તાલીમ અધિકારી એસ.આર.જોષી તથા ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
નાગરીક સંરક્ષણ કન્ટ્રોલરૂમ ખાતે મર્યાદિત સંખ્યામાં એકત્ર થઈ અને નાગરીક સંરક્ષણ દિવસની રાજય કક્ષાને ઉજવણીનું લાઈવ પ્રસારણ નીહાળેલ. લોકડાઉનના સમયગાળા દરમિયાન વોર્ડન સભ્યો દ્વારા કરવામાં આવેલી સરાહનિય કામગીરી બદલ તેઓને કોરોના વોરીયર્સ તરીકેના પ્રમાણપત્રોથી બિરદાવવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા વિભાકરભાઈ અંતાણીનું પ્રમાણપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી
આ કાર્યક્રમો ઉપરાંત “કોવિડ-19 જાગૃતિ અભિયાન”ના ભાગરૂપે નાગરીક સંરક્ષણ-ભુજ, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથીરીટી, કચ્છ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંયુક્ત રીતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર, ભુજ તથા એસ.ઓ.એસ. ચીલ્ડ્રન વિલેજ, ગડા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ તથા ઓરીએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આ્વ્યા હતા .