ETV Bharat / state

Dwishatabdi Mahotsav : વિશ્વ યુવા સંમેલનમાં 10,000 યુવક યુવતીઓએ એક કદમ સંસ્કૃતિ કી ઔરનું કર્યું રસપાન

ભુજમાં નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં વિશ્વ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ નર નારાયણ દેવમાં 10,000 જેટલા યુવક-યુવતીઓ વિશ્વમાંથી આ સંમેલનમાં જોડાયા હતા. જેમાં આજના યુવાનોને એક કદમ સંસ્કૃતિ કી ઔર અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના વાતો સાંભળી હતી.

Dwishatabdi Mahotsav : વિશ્વ યુવા સંમેલનમાં 10,000 યુવક યુવતીઓએ એક કદમ સંસ્કૃતિ કી ઔરનું કર્યું રસપાન
Dwishatabdi Mahotsav : વિશ્વ યુવા સંમેલનમાં 10,000 યુવક યુવતીઓએ એક કદમ સંસ્કૃતિ કી ઔરનું કર્યું રસપાન
author img

By

Published : Apr 17, 2023, 4:41 PM IST

ભુજમાં નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં વિશ્વ યુવા સંમેલનનું આયોજન

કચ્છ : 18મી એપ્રિલથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે, ત્યારે આજે ભુજની ભાગોળે મીરઝાપર રોડ પર ઉભા કરાયેલા બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નર નારાયણ દેવ યુવક યુવતી મંડળ દ્વારા વિશ્વ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વ યુવા સંમેલનમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ એક કદમ સંસ્કૃતિ કી ઔર વિષય પર યુવાનોને સંબોધ્યા હતા.

એક કદમ સંસ્કૃતિ કી ઔર : દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભ પૂર્વે મહંત સ્વામી ધર્મનંદનદાસ, ઉપ મહંત ભગવતજીવન દાસ, કોઠારી પાર્ષદ જાદવ ભગત આદિ સંતો ઉપસ્થિતમાં બદ્રીકાશ્રમના મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો યુવાનોએ સફેદ ધ્વજા ફરકાવી મશાલ અને મહંત સ્વામી તેમજ અન્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ યુવા સંમેલનમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ એક કદમ સંસ્કૃતિ કી ઔર વિષય પર યુવાનોને સંબોધ્યા હતા.

આદર્શ ગૃહસ્થ જીવન : મહંત સ્વામી ધર્મનંદન સ્વામીએ આ વિશ્વ યુવા સંમેલનમાં આશીર્વચન આપ્યા હતા. તો બે પુસ્તકોનું આ સંમેલનમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં એક આદર્શ ગૃહસ્થ જીવનના ચાર ભાગ અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ નામના પુસ્તકોનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

યુવક-યુવતી મંડળનો પરિચય : યુવા સંમેલનમાં કપિલમુની સ્વામીએ જણાવ્યું હતું કે, આ કચ્છ નર નારાયણદેવ યુવક યુવતી મંડળે 19 વર્ષ પુર્ણ કર્યા છે ને 20માં વર્ષમાં પ્રવેશ કર્યું છે. આ યુવક યુવતી મંડળ માત્ર કચ્છ કે ગુજરાત નહીં વિશ્વના વિવિધ દેશોમાં કાર્યરત છે. આ યુવક યુવતી મંડળની સ્થાપના સદગુરુ મહંત પુરાણી હરિસ્વરૂપ દાસ સ્વામીએ કરી હતી. કપિલમુની સ્વામીએ કચ્છ નર નારાયણદેવ યુવક-યુવતી મંડળનો પરિચય આપ્યો હતો. તો તેમના વિસ્તાર અને હાલની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી.

આ પણ વાંચો : Dwishatabdi Mahotsav : 11,000 કિલો ગોબરમાંથી તૈયાર થયું ગો મહિમા પ્રદર્શન, મુલાકાતીઓ માટે મનમોહક દ્રશ્યો

વસુધૈવ કુટુમ્બકમની ભાવના : વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક કદમ સંસ્કૃતિ કી ઓર વિષય પર 10,000થી વધારે યુવક-યુવતીઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. યુવાનો સંસ્કૃતિ અને ધર્મની માંગને જોતા દિશા ભટકી રહ્યા છે, ત્યારે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાથે રાખીને ચાલનારા આપને સૌ હિન્દુ, ભારતીય છીએ તેજ આપણો પરિવાર છે. આપણે આપણી સંસ્કૃતિને જકડી રાખીએ અને તેની સાથે જોડાયેલા રહીએ તેવા ઉદ્દેશ્ય સાથે આ વિશ્વ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Narnarayan Dev Mahotsav 2023: ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી કરવામાં આવશે ઉજવણી

નેક સંસ્કૃતિના વિચારો : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચારક મહેશ જીવાણીએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વ યુવા સંમેલનમાં યુવાનોની સમક્ષ સંસ્કૃતિને લઈને વિચારો મૂકવાની તક મળી હતી. આ યુવક યુવતી મંડળ ધર્મનું સંચાર કરી રહ્યું છે, ત્યારે એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્ર અને એક સંસ્કૃતિ - નેક સંસ્કૃતિના વિચારો યુવાનો સમક્ષ મૂકવામાં આવ્યા હતા. તો યુવાનોએ સંસ્કૃતિ પ્રત્યેના જુદા જુદા વિચારોને અપનાવીને સારો પ્રતિસાદ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.