ETV Bharat / state

Bhuj Municipal Budget 2022: ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ રજૂ, જાણો જોગવાઈઓ - કચ્છ ભુજ નગરપાલિકા બજેટ

ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકાના(Bhuj Municipality) પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા વર્ષ 2022-2023 માટેનું 103 કરોડનું બજેટ (Bhuj Municipal Budget 2022)રજૂ કરવામાં આવ્યું હતું.

Bhuj Municipal Budget 2022: ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ રજુ કરવામાં આવ્યું

author img

By

Published : Feb 24, 2022, 5:48 PM IST

કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા વર્ષ 2022-202 માટે કુલ 103 કરોડનું બજેટ રજૂ (Bhuj Municipal Budget 2022)કરવામાં આવ્યું હતું. 1-04-2022ની ઓપનિંગ બેલેન્સ 7 કરોડ 3 લાખ 16 હાજર 910 બતાવવામાં આવી છે. સામાન્ય આવક, સામાન્ય ગ્રાન્ટ આવક, યોજનાકીય સામાન્ય આવક અને શિક્ષણ ઉપકરની આવક મળીને કુલ 1 અબજ 03 કરોડ 01 લાખ 49 હજાર 992 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે જ્યારે સામાન્ય ખર્ચ, કેપિટલ ખર્ચ મ્યુનસિપાલિટીના ફંડમાંથી, યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ, શિક્ષણ ઉપકર મળીને કુલ 95 કરોડ 96 લાખ 09 હજાર 225 રૂપિયાની જાવક બજેટમાં(Bhuj Municipality) બતાવવામાં આવી છે. જ્યારે 7 કરોડ 32 લાખ 40 હજાર 767 રૂપિયા કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2023ના હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.

મેરેજ રજિસ્ટ્રેશન ફી અને ગુમાસ્તા ધારા ફી મળીને 2 લાખ 75 હજારની આવક

પ્રોપર્ટી ટેક્સ, સફાઈ વેરો, વોટર ચાર્જ, ડ્રેનેજ ચાર્જ, બિનઅધિકૃત વહીવટી ચાર્જ, દીવાબત્તી વેરો, કનેકશન ફી, વ્યવસાય વેરો, શો ટેકસ, મેરેજ રજસ્ટ્રેશન વહીવટી ચાર્જ, મનોરંજન કર જેવા તમામ કરોને મ્યુનસિપાલિટી રેઇટ અને કર હેઠળ દર્શાવીને કુલ આવક 15 કરોડ 99 લાખ 28 હજાર 377 દર્શાવાઈ છે. મેરેજ રજસ્ટ્રેશન ફી અને ગુમાસ્તા ધારા ફી મળીને 2 લાખ 75 હજારની આવક બજેટમાં દર્શાવામાં આવી છે.

વિવિધ ફી અને ભાડાની 4.99 કરોડ આવક

નગરપાલિકા મિલકત તેમજ કર નાખ્યા સિવાયની આવક 4 કરોડ 99 લાખ 25 હજાર રૂપિયા દર્શાવવામાં આવી છે. જેમાં હંગામી જમીનનું ભાડું, દુકાન ભાડું, કાયમી જમીન ભાડું, વેજીટેબલ માર્કેટ ભાડું, મકાન ભાડું, મોબાઈલ ટોયલેટ ભાડું, ધંધાદારી લાયસન્સ ફી, હોર્ડિંગ ભાડું, મોબાઈલ ટાવર ચાર્જ, કેબલ ચાર્જ, નોટીસ ફી, વોરંટ ફી, મેળાની આવકનો સમાવેશ થાય છે.

પરચૂરણ આવક 3 કરોડ 26 લાખ 70 હજાર

પરચૂરણ આવકની અંદર નગરપાલિકાએ રોકેલા નાણાનું વ્યાજ, માહિતી અધિકાર ફી, અરજી ફી, મલિન જળ ફી, સફાઈ દંડ,પરચુરણ ટેન્ડર ફી, એમ્બ્યુલન્સ ફી, શબવાહિની ફી,ટાઉન હોલ નું ભાડું, પાણી પુરવઠા નામ ટ્રાન્સફર ફી, ટેકસ નામ ટ્રાન્સફર ફી, પાણી લાઈન ટ્રાન્સફર ફી, જન્મ મરણ ફી, વાર્ષિક આવકનો દાખલો, ફાયર ફાઇટર ચાર્જ, પે નોટીસ પગાર મળીને કુલ 3 કરોડ 26 લાખ 70 હજારની આવક બજેટમાં બતાવવામાં આવી છે.

મહાનગરપાલિકા ફાળવણી બોર્ડની ગ્રાન્ટ

સમાન્ય ગ્રાન્ટ અંતર્ગત કુલ 10 કરોડ 21 લાખ 30 હજાર 925 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. વિકાસ ભંડોળની અંદર 96 લાખની આવક બજેટમાં દર્શાવાઈ છે. મહાનગરપાલિકા ફાળવણી બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત જુદી જુદી 25 જેટલી યોજનાઓ અને ગ્રાન્ટનો સમાવેશ થાય છે. જેનાથી કુલ આવક 25 કરોડ 61 લાખ 3 હજાર 780 રૂપિયાની બજેટમાં દર્શાવાઈ છે.

ઓપનિંગ બેલેન્સ 7 કરોડ 3 લાખ 16 હાજર 910

કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટથી 31 કરોડ 32 લાખ જેટલી આવક થશે તેવું અંદાજ પત્રમાં જણાવાયું છે. જિલ્લા આયોજન મંડળ ગ્રાન્ટ દ્વારા 2 કરોડ 50 લાખ જેટલી આવક બજેટમાં દર્શાવામાં આવી છે. અસાધારણ આવક 1 કરોડ 10 લાખ દર્શાવાઈ છે. જ્યારે ડિપોઝિટ તરીકે વોટર સપ્લાય, ડ્રેનેજ, એકાઉન્ટ, સેનીટેશન અને ટેકસ પેટે એડવાન્સ મળીને કુલ 2 કરોડ 20 લાખ 10 હજાર 091 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. 1- 04 - 2022ની ઓપનિંગ બેલેન્સ 7 કરોડ 3 લાખ 16 હજાર 910 બતાવવામાં આવી છે. આમ કુલ મળીને 1 અબજ 03 કરોડ 01 લાખ 49 હજાર 992 ની આવક બજેટમાં દર્શાવામાં આવી છે.

વિવિધ ફંડફાળાના 2 કરોડ 01 લાખ 75 હાજર ખર્ચ દર્શાવવામાં આવ્યા

સમાન્ય વહીવટના જુદા જુદા પગાર અને ફીના ખર્ચા મળીને કુલ 1 કરોડ 42 લાખ 75 હજાર જેટલો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો હતો. કરના ઉઘરાણા અંગે ખર્ચા હેઠળ 10 લાખ જેટલો ખર્ચ બજેટમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજા કરો મળીને કુલ 44 લાખ 50 હાજરનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. અન્ય બીજા રિફંડના 50 હજાર રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે. વિવિધ ફંડફાળાના 2 કરોડ 01 લાખ 75 હાજર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભેળસેળ વિરોધી ધારા અન્વયે 50,000નો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Budget Session 2022: કેન્દ્ર સરકારનો સંસદમાં દાવો, ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો

પરચૂરણ ખર્ચા 23 લાખ જેટલા આંકવામાં આવ્યા

જાહેર સલામતી હેઠળ 3 કરોડ 44 લાખ 78 હજારના ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પાણી પુરવઠા અને ડ્રેનેજના મથાળા હેઠળ 11 કરોડ 42 લાખ 76 હજારનો ખર્ચ બજેટમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે જાહેર આરોગ્ય, બાંધકામ શાખા, મેલેરિયા તથા કુટુંબ કલ્યાણ વિભાગના ખર્ચ માટે 12 કરોડ 54 લાખ 75 હજારનો ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે પરચુરણ ખર્ચા 23 લાખ જેટલા આંકવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના ફંડમાંથી થતો કેપિટલ ખર્ચ

વિવિધ ગ્રાન્ટ પાછળ થતો ખર્ચ 1 કરોડ 48 લાખ 55 હજાર 925 રૂપિયા દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મ્યુનસિપાલિટીના ફંડમાંથી કેપિટલ ખર્ચ 60 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત વિકાસ ભંડોળમાંથી 96 લાખ, મહાનગરપાલિકા ફાળવણી બોર્ડ માંથી 26 કરોડ 07 લાખ 74 હજાર 300 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

કલોઝિંગ બેલેન્સ હશે

કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી 31 કરોડ 32 લાખ જેટલો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો છે. જ્યારે કેપિટલ ખર્ચ આયોજન મંડળની ગ્રાન્ટ માંથી 2 કરોડ 50 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત અસાધારણ ખર્ચ 1 કરોડ 10 લાખનો દર્શાવવામાં આવ્યો છે. આમ કુલ મળીને 95 કરોડ 69 લાખ 09 હજાર 225 રૂપિયાનો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો છે. જ્યારે 7 કરોડ 32 લાખ 40 હજાર 767 રૂપિયા કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2023 ના હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Rajkot Municipal Corporation Budget 2022:રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ મંજુર, 17 જેટલી વિવિધ યોજનાઓનો ઉમેરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.