ETV Bharat / state

ભુજનું હદય હમીરસર તળાવ છલકાયું, લોકોએ કોરોના ભૂલી નવા નીરને વધાવ્યા - Bhuj Hamirsar lake overflow

કચ્છના પાટનગર ભુજનું હમીરસર તળાવ અંતે છલકાઈ ગયું છે. આજે સવારે નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં લોકોએ કોરોના મહામારી ને ભૂલીને સોશિયલ ડિસ્ટન્સ વગર પોતાની આનંદનો ઉમળકો દર્શાવીને તળાવને શાસ્ત્રોક્ત વિધી સાથે વધાવી લીધું હતું.

bhuj
ભુજ
author img

By

Published : Aug 31, 2020, 7:31 PM IST

કચ્છ:વર્ષ 2015ના ભારે વરસાદમાં છલોછલ ભરાઈને છલકાઈ ગયેલું હમીસર તળાવ છેલ્લા ચાર વર્ષ થી ખાલી હતું. છેલ્લા ચાર વર્ષમાં થોડા ઘણા વરસાદમાં તળાવમાં પાણી આવતું પણ તળાવ ભરાતું ન હતું.ભુજ વાસીઓને આતુરતા હતી કે, ક્યારે હમીસર તળાવ છલકાય છે. મેઘરાજાના બીજા રાઉન્ડમાં એક જ રાત વચ્ચે તળાવ ચાર ફૂટ જ બાકી રહ્યું હતું. જેથી લોકો તળાવના કિનારે ઉમટી પડ્યા હતા.

ભુજનું હદય હમીરસર તળાવ છલકાયું

છેલ્લા ચાર દિવસથી હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ જોવાતી હતી. ગત રાત્રે રવિવારે બે વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો રાત્રે જ તળાવ સુધી પહોંચી ગયા હતા.આજે સવારે કચ્છ રાજવી પરિવારના કુંવર ઇન્દ્રવિજયસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીર ને વીધી સાથે વધાવા આવ્યું હતું.આ સમયે ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા અને કોરોના મહામારીના સામાજિક અંતરના નિયમને દૂર રાખીને પોતાના આનંદ લીધો હતો.

રાજવી પરિવારના કુંવર ઇન્દ્રવિજયસિંહ જાડેજા ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, ભુજની સ્થાપનાનો પાંચ વરસ નો ઇતિહાસ છે અને તેની સાથે જ હમીસર તળાવ ની લાગણીઓ પણ એટલી જ જોડાયેલી છે. પવિત્ર તળાવ છલકાય તે સાથે કચ્છના તમામ પરિવારમાં સૌની લાગણી જોવા મળે છે. નવા નીર ને વધાવામાં આવે છે. નવા નીર સમગ્ર ભુજ ને વધાવી લે છે.આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત સુખદેવસ્વારૂપ સ્વામીએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, હમીસર તળાવ સહિત સમગ્ર કચ્છમાં મેઘરાજાની મહેર છે. લોકો ખુશ રહે આનંદમાં રહે તેવી શ્રીજી ના ચરણોમાં પ્રાર્થના છે.સંભવત રાજ્યમાં એકમાત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની મરજીયાત રજા છે.

આજે કચ્છ કલેકટરરે આ પરંપરાને જાળવી રાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં મરજીયાત રજા જાહેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.