ETV Bharat / state

ભુજ નગરપાલિકાના સફાઇ કર્મચારીએ દિવાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું - Suicide

કચ્છ જિલ્લામાં ભુજ નગરપાલિકા (Bhooj municipality)માં કાર્યરત સફાઇ કર્મચારી તરીકે કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા બનાવથી શહેરમાં ચકચાર મચી છે અને આત્મહત્યા કરતાં પહેલા યુવકે લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખી હતી. આ દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. સફાઈ કામદારે પોતાના ઘરે લોખંડની કમાન સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરી લીધો હતો.

વાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું

author img

By

Published : Jul 15, 2021, 12:37 PM IST

  • Bhooj municipalityના સફાઈ કર્મચારીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી
  • આત્મહત્યા પહેલા ઘરની દિવાલ પર લોહીથી સુસાઈડ નોટ લખી
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

કચ્છ : ભુજ નગરપાલિકા (Bhooj municipality)માં કાર્યરત સફાઈ કામદારના આત્મહત્યાથી તેના બે સંતાન અનાથ બન્યા છે. આત્મહત્યા કરનારની વ્યક્તિના પત્નીનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. આ બનાવ પછી ભુજ નગરપાલિકા (Bhooj municipality)ના કર્મચારીઓ અને આસપાસના લોકો મૃતકના ઘરે દોડી આવ્યા હતા.

પત્નીનું થોડાક વર્ષો પહેલા નિધન થઈ ગયું હતું

આત્મહત્યા કરનારા સફાઇ કામદારનું નામ મુકેશ બંસી સોનવાલ છે. મુકેશની ઉંમર 30 વર્ષ હતી. તથા તે પરિણીત હતો. તેને સંતાનમાં દીકરો અને દીકરી છે. મુકેશની પત્નીનું થોડાક વર્ષો પહેલા નિધન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ પરિવાર સાથે ભુજના RTO સર્કલ, રાજીવનગર ખાતે રહેતો હતો. ભુજ નગરપાલિકા (Bhooj municipality)માં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો.

નગરપાલિકાનો પગાર બાકી હોવાથી જીવન ટુંકાવ્યું

આ ઘટનામાં એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કર્મચારીએ નગરપાલિકાનો પગાર બાકી હોવાથી આવું પગલું ભરી લીધું છે. નગરપાલિકાના અન્ય એક કર્મચારીના જણાવ્યા મુજબ, તેમણે 42 દિવસનો ઓવરટાઇમનો પગાર નગરપાલિકા પાસેથી લેવાનો બાકી નીકળે છે. આ ઉપરાંત તેના પર લેણું પણ ચડી ગયું હોવાથી તેને આ પગલું ઉપાડ્યું છે તેવું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ: ગાઝિયાબાદમાં મહિલાની આત્મહત્યાનો વિડિયો વાયરલ

પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે. દીવાલ પર સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લેવાનો કિસ્સો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આત્મહત્યાના બનાવ પછી નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

દિવાલ પર શું લખ્યું છે તે સ્પષ્ટ વાંચી શકાતું નથી

મુકેશે આત્મહત્યા પહેલા પોતાના લોહીથી ઘરની દિવાલ પર સુસાઇડ નોટ લખી હતી. જોકે, મુકેશે દિવાલ પર શું લખ્યું છે તે સ્પષ્ટ વાંચી શકાતું નથી. બે દિવાલ પર લખેલા શબ્દોમાંથી નગરપાલિકા અને 30,000 જેવા શબ્દો સ્પષ્ટ વાંચી શકાય છે. એવી પણ માહિતી મળી છે કે, મુકેશને નગરપાલિકા નવ હજાર રૂપિયા જેટલો પગાર ચૂકવતી હતી. જેના પૈસા તેણે નગરપાલિકા પાસેથી લેવાના બાકી નીકળતા હોવાની ચર્ચા છે.

વાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું
વાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું

લેણું ચડી ગયું હતું તેના કારણે તેને આત્મહત્યા કરી

મુકેશ ભુજ નગરપાલિકા (Bhooj municipality)માં ડ્રેનેજ વિભાગમાં સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો અને તેને પગાર મળવાનો બાકી હતો. તેના પર લેણું ચડી ગયું હતું તેના કારણે તેને આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો : Mass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સરકાર સમક્ષ વિનંતી છે કે, સરકાર અમારી સહાય કરે

મારા પપ્પાએ આજે ગળેફાંસો ખાઈ લીધો છે અને તેઓ ભુજ નગરપાલિકા (Bhooj municipality)માં કામ કરતા હતા. તેમનો પગાર ઓછો હતો અને લેણું પણ હતું તે કારણોસર તેમણે આત્મહત્યા કરી લીધી છે અને હવે સરકાર સમક્ષ મારી વિનંતી છે કે અમારી સહાય કરે.

કચેરીના એક પણ સફાઈ કર્મીનો પગાર બાકી નથી

ભુજ નગરપાલિકા (Bhooj municipality)ના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આપઘાત કર્યો છે તેના પ્રત્યે હું મારી સંવેદના જાહેર કરૂં છે. સાથે તેઓ પાલિકા કચેરીમાં ડ્રેનેજ વિભાગમાં કામ કરતા હતા. જે રોજમદાર તરીકે કાર્ય કરતા હતા. વાત પગાર બાકીની વાત કરીઓ તો, કચેરીના એક પણ સફાઈ કર્મીનો પગાર બાકી નથી અને તેમને જાતે એકાઉન્ટની માહિતી તપાસ કરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.