ભૂજઃ દુનિયાભરમાં ઘાતક સાબિત થઈ રહેલા કોરોના કહેર વચ્ચે સુપ્રીમ કોર્ટની સુચના આદેશ મુજબ કચ્છના ભૂજ ખાતેની ખાસ જેલ પાલારામાંથી આજે 29 કેદીઓને બે માસ માટે મુકિત અપાઈ છે. 14 પાકા કામના અને 15 કાચા કામના કેદીઓને તેમના ઘર સુધી મુકી દેવાયા છે.
ભૂજ ખાસ જેલના અધિક્ષક ડી. એમ. ગોહિલના જણાવ્યા પ્રમાણે સુપ્રિમ કોર્ટના આદેશ અને સુચના મુજબ જિલ્લા પ્રિન્સીપાલ જજના હુકમ મુજબ આજે જેલમાં આ કામગીરી કરાઈ હતી. જેમાં જિલ્લા કાનુની સતા મંડળ અને વકીલ ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં સીઆરપીસી કલમ 125 (સી) મુજબ સજા ભોગવી રહેલા 14 કેદીઓને અને સાત વરસથી ઓછી સજા થઈ શકે તેવા કાચા કામના 15 કેદીઓને મુકત કરાયા હતા. આગામી 30-5 સુધી અથવા એપેડેમિક એકટ 1987 વિડ્રો ન થાય ત્યાં સુધી તેઓને વચગાળાના જામીન પર મુકત કરાયા છે. આ તમામ 29 કેદીઓને પોલીસ અને જેલ સ્ટાફના સહયોગથી તેમના ઘર સુધી મુકી દેવાયા છે.