ETV Bharat / state

હર ઘર તિરંગા: ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે

આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્ર તેમનું સ્વતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે હર ઘર તિરંગા મહાઅભિયાન (Har Ghar Tiranga champion) શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે તિરંગા અભિયાન શરૂ કરાયું છે.આ અભિયાનમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે (Swaminarayan Mandir join Har Ghar Tiranga Abhiyan) અને મંદિર પર શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવશે. (Azadi ka Amrit Mahotsav)

ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે

author img

By

Published : Aug 9, 2022, 8:08 PM IST

ભૂજ : આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga champion) શરૂ આત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવા દરેક દેશવાસીઓને હાકલ કરી છે. વડાપ્રધાને દરેક ઘર, દુકાન, શેરી, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો વગેરે જગ્યાએ નાગરીકો શાનથી આપણા ગૌરવ રાષ્ટ્રધ્વજને પુરતા માન-સન્માન સાથે લહેરાવે તેવો અનુરોધ કર્યો છે, ત્યારે આ અભિયાનમાં કચ્છ જિલ્લાનું ભુજ સ્વામિનારાયણ મંદિર ધામ પણ જોડાયું છે. સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોએ દેશવાસીઓ, કચ્છીઓ અને દેશ-વિદેશમાં વસતા હરિભક્તોને અચુકપણે દેશભક્તિને ઉજાગર કરતા આ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ (Swaminarayan Mandir join Har Ghar Tiranga Abhiyan) કરી છે.

ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે

રાષ્ટ્ર ગૌરવને જાળવી રાખવું આપણી ફરજ : ભુજ ધામના મહંત સાંખ્યયોગી સામબાઇ ફઇએ ભારતવાસીઓ, કચ્છવાસીઓ તથા દેશ-વિદેશમાં વસતા હરિભક્તોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે 13થી 15 ઓગષ્ટ એમ ત્રણ દિવસ દરેક નાગરીક તુલસીના કયારે દીપ પ્રજવલિત કરીને પોતાના ઘરે યોગ્ય ઉંચાઇએ માન-સન્માન સાથે અચુક તિરંગો લહેરાવવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, તિરંગો આપણું ગૌરવ છે ત્યારે ગૌરવને જાળવી રાખવું આપણી ફરજ છે.

આ પણ વાંચો : Har Ghar Tiranga : ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર

વડાપ્રધાનને આર્શીવાદ : વધુમાં તેમણે કહ્યું કે, દરેક નાગરીકે ઘર ઉપરાંત દુકાન, કોમર્શિયલ ઇમારત, ઉદ્યોગ વગેરે જગ્યાએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. અમે પણ આ અભિયાનનો ભાગ બનીને સ્વામિનારાયણ મંદિર ભુજ પર 13થી 15 ઓગસ્ટ સુધી આપણી શાન સમા તિરંગાને લહેરાવશું, ત્યારે સૌ નાગરીકો પણ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ છે. દેશના વડાપ્રધાન દીર્ઘાયુ બને અને આજ રીતે ભારતનો વિકાસ કરી દેશવાસીઓને સુખી કરે તેવા અંતરથી આર્શીવાદ પણ આપ્યા હતા.

સંતો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે : ભુજ મંદિરધામના સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા સર્વે દેશ- વિદેશમાં વસતા ભારતવાસીઓ અને કચ્છીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ આપણું સ્વાભિમાન છે. વડાપ્રધાને 13 થી 15 ઓગષ્ટ સુધી તિરંગાને ગૌરવભેર સન્માન સાથે લહેરાવવા અપીલ કરી છે, ત્યારે દરેક નાગરિકને તિરંગાને વંદન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચો : તાજીયા પર તિરંગો : લાઇટિંગ સાથે પ્રદર્શિત કરવામાં આવતા ધર્મ સાથે દેશભક્તિ છવાઈ

દેશભક્તિની ભાવના વ્યકત કરીએ : સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી વધુમાં કહેતા જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા વિવિધ ઉજવણી કરાઇ રહી છે. દરેક લોકોને અમૃત જેવું જીવન પ્રાપ્ત થાય તે માટે સરકાર વિકાસકાર્યો કરવા કટિબદ્ધ છે. ત્યારે આપણા સૌ નાગરિકોની ફરજ છે કે, આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઇને દેશભક્તિની ભાવના વ્યકત કરીએ. સ્વામિનારાયણ મંદિર ભુજ ધામ આ અભિયાનમાં જોડાઇ ચુકયું છે, ત્યારે દરેક દેશવાસીઓ પણ આ અભિયાનનો હિસ્સો બને.

હરિભક્તો રાષ્ટ્રધ્વજને હ્રદયસ્થ કરે : ભુજધામના મહંત સદગુરૂ સ્વામીશ્રી ધર્મનંદનદાસજી તરફથી પાઠવવામાં આવેલા સંદેશને વ્યકત કરતા સ્વામીશ્રી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, દરેક હરિભક્તો ઘર, શાળા, કોલેજ, દુકાન કે ઉદ્યોગ પર તિરંગો લહેરાવે જ, પરંતુ સાથે રાષ્ટ્રધ્વજને હ્રદયસ્થ પણ કરે. દેશભક્તિ અને દેશદાઝની ભાવના દરેક નાગરિકના હ્રદયમાં હંમેશા રહેવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.