કચ્છ: વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાના દરેક ખૂણામાં કયાંય પણ વસતાં કચ્છીઓ આજે પોતાના કચ્છી લોકોને નવા વર્ષના વધામણા આપે છે. કચ્છભરમાં લોકો આ દિવસને હર્ષોલ્લાસ સાથે આવકારે છે. અષાઢી બીજનાં દિવસે મેઘરાજાના શુકન થાય તો ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે. અષાઢી બીજની અનોખી પરંપરા પાછળ ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે."
"કચ્છ એક અલગ જ પ્રદેશ છે તેની આગવી જ અસ્મિતા છે.સુકો રણ પ્રદેશ કચ્છ એટલે દરિયાદિલ પ્રદેશ, કચ્છીમાડુઓ ખૂબ જ પ્રેમાળ છે અને દર વર્ષે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવે છે.અષાઢી બીજ એટલે કે કચ્છી પરંપરાનું નવું વર્ષ. કહેવાય છે કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી તે સમયથી જ અષાઢી બીજ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથીથી કચ્છી પંચાગ શરૂ કરાવ્યું હતું."-- મદનકુમાર અંજરિયા (સાહિત્યકાર )
કચ્છી પંચાગ બહાર: રાજાશાહી સમયમાં નવા સિક્કા બહાર પડતાં "રાજાશાહીના સમયમાં આજના દિવસે કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતા હતા. નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું. નવા ચલણી સિક્કા બહાર પાડવામાં આવે છે. આજના દિવસે પણ ભૂજ ખાતે દરબારગઢમાં રાજવી પરિવાર દ્વારા પુજન કરીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજના આ આધુનિક સમયમાં નવા વર્ષની ઉજવણી માત્ર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવીને જ કરી રહ્યા છે.
પ્રાર્થના કરવામાં આવી: શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ’"કચ્છી લોકો જ્યાં જ્યાં વસે છે. ત્યાં ત્યાં અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી ચોક્કસથી કરે જ છે. ભલે ને પહેલા જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસરીતે થાય છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે. નવું વર્ષ સુખમય આરોગ્યપ્રદ અને વિકાસશીલ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
વાવાઝોડાથી કચ્છ બહાર: કચ્છના લોકોને આ દીવસની શુભેચ્છા પાઠવીએ છીએ કે જે રીતે મહાસંકટ બિપરજોય વાવાઝોડાથી પણ કચ્છ આજે બહાર આવ્યું છે. કચ્છી લોકોએ તેનો સામનો કર્યો છે અને રક્ષણ કર્યું છે. ત્યારે કચ્છીમાં હજુ પણ બોલાય છે જીંએ કચ્છ.કચ્છી લોકોની વાત જ શું કરવી કચ્છી કહેવત છે કે, "કડે ભાગ ન ડીબો તોકે, કડે માગ ન ડિબો; કુદરત તોકે અસાજે મન જો તાગ ન ડિબો,દુશ્મન તોથી થીયે એટલા ધમ પછાડા કર, મથો ડિબો પણ અસાજી કચ્છી પાઘ ન ડિબો"કચ્છની અસ્મિતાને વંદન અને કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું.