ETV Bharat / state

ભુજમાં રાજયપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ

સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ ધીરે-ધીરે કોરોના મહામારી સતત વધી રહી છે, ત્યારે આગમચેતીના પગલાં સ્વરૂપે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને કોરોના રિવ્યુ મિટીંગ યોજાઈ હતી.

રાજ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને કોરોના રિવ્યુ મિટીંગ યોજાઈ

author img

By

Published : Apr 5, 2021, 9:37 PM IST

  • રાજ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને કોરોના રિવ્યુ મિટીંગ યોજાઈ
  • આગમચેતીના પગલાં સ્વરૂપે વ્યવસ્થા ઉભી કરવા કરાયા સૂચન
  • વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા કાર્ય હાથ ધરાશે

કચ્છ: ભુજમાં વેકિસનેશનની ધીમી ગતિ, નગરપાલિકાઓમાં વેકિસનેશનની સ્થિતિ, સેનિટાઈઝેશન અને માસ્ક વિતરણની કામગીરી વગેરે મુદાઓ અંગે સમિક્ષા કરી સંલગ્ન વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવવામાં આવી હતી, તો સાથે કોરોનાનો ઉપચાર કરતી ખાનગી હોસ્પિટલની સુવિધાઓ તથા ત્યાં પ્રજાનું શોષણ ન થાય તે માટે મોનિટરીંગ માટે જિલ્લા સ્તરે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવા કલેક્ટરશ્રીને સુચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી દરેક તાલુકામાં 50 બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ સુચન આપવામાં આવ્યું હતું.

આગમચેતીના પગલાં સ્વરૂપે વ્યવસ્થા ઉભી કરવા કરાયા સૂચન

આ પણ વાંચો: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા કાર્ય હાથ ધરાશે

વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ લોકોને વધુ જાગૃત કરવા માટે આ કામગીરીમાં વધુને વધુ સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો તેમજ જે તે ક્ષેત્રના પદાધિકારીઓને સાંકળવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વેકિસનના પ્રથમ ડોઝની સામે બીજો ડોઝ લેનારાની સંખ્યા ઓછી હોવાનું કારણ મેળવી તે અંગે જરૂરી કામગીરી કરવા સુચન કર્યુ હતું સાથે કોરોનાના વધતા કેસના પગલે બિનજરૂરી સામાજિક કાર્યક્રમ પર નિયંત્રણ રાખવું જોઇએ તેવું સૂચન કર્યુ હતું.

આ પણ વાંચો: કોરોના વાયરસ મુદ્દે અમદાવાદમાં કોર્પોરેશનની બેઠક, એક્શન પ્લાન તૈયાર

રિક્ષા દ્વારા કોરોના અંગેની દિવસભર જાગૃતિ ફેલાવવાનો નિર્ણય

રિક્ષા દ્વારા માઇક સિસ્ટમથી કોરોના અંગેની જાગૃતિ માટે જે કામગીરી કરવામાં આવે છે, તે હજુ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગે મંતવ્યો મેળવી જરૂરી સુચનો કર્યા હતા. દરેક વોર્ડમાં, જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર આવી રિક્ષા દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે તેવું સુચન કર્યુ હતું. ઉપરાંત રિક્ષાનો સમયગાળો પણ આખા દિવસનો કરવા માટે તમામ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.