- વેક્સિનનો એક પણ ડોઝ ના લેતાં વેપારી સામે ગુનો નોંધાયો
- વેપારીઓને 31મી જુલાઇ સુધી રસીનો એક ડોઝ લેવા જાહેરનામું
- વેપારીને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યો
કચ્છ: રાજ્યમાં કોરોના વાયરસ (corona virus) ના કારણે સરકારે છૂટછાટો આપી છે પરંતુ શરત પણ મૂકી છે. જેમાં તમામ વ્યવસાયકારો વેપારીઓ ધંધાર્થીઓને નોટિસ લઈ લેવા ફરજિયાત નિયમ બનાવ્યા છે. તેમ છતાં ઘણા વેપારીઓ રસી લેતા નથી તેવામાં કંડલામાં રસી(vaccine) ના લેનારા વેપારી સામે ગુનો નોંધાયો હતો.
મરીન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી
ગાંધીધામ સંકુલના કંડલા પોર્ટ શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી એ કોરોનાવાયરસ નો પ્રથમ ડોઝ લીધો ન હોવાના કારણે તેના વિરુદ્ધ કંડલા મરીન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. કંડલામાં પારસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા પારસ પ્રજાપતિ નામના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની અટકાયત પણ કરાઇ હતી ત્યારે તંત્ર અને કંડલા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વેપારીઓએ સતત ટીકા કરી હતી.
વેપારી સામે ગુનો નોંધાતા વેપારી વર્ગમાં નારાજગી ફેલાઈ હતી
એક બાજુ વેક્સિનનો જથ્થો પૂરો થતું નથી જેને કારણે અનેક લોકો વેક્સિનથી વંચિત રહી જતા હોય છે તેવામાં વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં વેપારી વર્ગમાં નારાજગી ફેલાઈ હતી.ત્યારે જાગૃત નાગરિકો અને વેપારીઓનું કહેવું છે કે તંત્ર દ્વારા ફોજદારી નોંધવા કરતા સ્થળ પર જ વ્યક્તિને આપવામાં આવે.
આ પણ વાંચો: Corona Vaccine: ગાંધીનગરમાં રોજના 5,000 વેક્સિનની જરૂરિયાત સામે માત્ર 2,500 ડોઝ અવેલેબલ
રસીનો એક ડોઝ લેવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
આ ઉપરાંત કચ્છ કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ 31મી જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી તેવો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી
વેપારી વિરૂદ્ધ જાહેરનામાં ભંગ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો
આ અંગે ટેલીફોનીક વાતચીત કરતા અંજાર Dysp ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વેપારી વિરૂદ્ધ જાહેરનામાં ભંગ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યાર બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.