ETV Bharat / state

કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું કચ્છમાં. જિલ્લામાં રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામમાં રહેતા એક દંપતીના ઘરે 45 વર્ષ પછી બાળકનો જન્મ થયો છે. અહીં મોટી ઉંમરના નિરક્ષર દંપતીના ઘરે લગ્નના 45 વર્ષ પછી બાળકનો જન્મ થતા બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષના મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે રબારી સમાજમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી.

કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

author img

By

Published : Oct 15, 2021, 3:04 PM IST

  • કચ્છના રાપર તાલુકાના મોરા ગામમાં 70 વર્ષના મહિલાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બંધાયું
  • 70 વર્ષના મહિલાએ દિકરાને જન્મ આપતા દંપતીમાં જોવા મળી ખુશી
  • લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેક્નોલોજીથી બાળકને જન્મ આપ્યો
  • નિ:સંતાન દંપતીને 45 વર્ષ બાદ મળ્યું સંતાન સુખ

કચ્છઃ આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છમાં એક વૃદ્ધ દંપતીના લગ્નને 45 વર્ષ થયા છતાં એક પણ બાળક નહતું. તો આવા નિઃસંતાન દંપતીએ ભૂજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો. નરેશ ભાનુસાલીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 70 વર્ષના મહિલા જીવુબેન રબારીએ લગ્નના 45 વર્ષ બાદ એક બાળકને જન્મ આપ્યો હતો, જેના કારણે દંપતી ખુબ જ ખુશ જોવા મળ્યું હતું. ચાર દાયકાથી બાળકના જન્મની રાહ જોતા દંપતીની આશા આખરે પૂર્ણ થતા દંપતી ખુશ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો- નિઃસંતાન દંપતિ માટે આશાનું કિરણ છે IVF

ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી ટ્રિટમેન્ટ શરૂ કરવામાં આવી

મોટી ઉંમર થતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ન હોવાનું ડોકટરે સલાહ આપી હતી, આ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યૂબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુબેન રબારીએ ટ્રિટમેન્ટ શરૂ કરી હતી.

આ પણ વાંચો- 18 વર્ષના લગ્નજીવન બાદ નિઃસંતાન દંપતીને મળ્યું સંતાન સુખ, સિવીલના તબીબો જીત્યાં શિશુને બચાવવાનો જંગ

સમગ્ર રબારી સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ

આ ટ્રિટમેન્ટના અંતે જીવુબેન રબારીએ પૂત્રને જન્મ આપતા વૃદ્ધ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્નજીવનમાં ટેસ્ટ ટ્યૂબની ટેકનોલોજીથી પહેલી ટ્રાયલે બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજે આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો નહતો.

70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ

દિકરાનું નામ લાલો રાખ્યું

75 વર્ષના માલધારી વાલાભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પૂત્રની માતા જીવુબેન રબારીના ચહેરા ઉપર એક અલગ જ ચમક આવી હતી. આ ઉંમરે ભગવાને બાળકની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ "લાલો" રાખી દીધું હતું. ભૂજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉંમરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યૂબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.

અન્ય નિ:સંતાન દંપતીઓ પણ આ ટ્રિટમેન્ટ કરાવી શકે છે: ડો.નરેશ ભાનુશાલી

સ્ત્રી રોગના ડો. નરેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, આ મોટી ઉંમરના મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી. એવું ચોખ્ખું કહેવા છતાંય તેમણે ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો વિશ્વાસ હોવાથી સફળતા મળી છે. આથી સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. ડો. ભાનુશાલીએ આવા અનેક નિ:સંતાન દંપતી છે. તેમને કહ્યું હતું કે, લગ્નના અમુક વર્ષો પછી પણ બાળક ના રહે તો ખોટો સમય ન વેડફી તાત્કાલિક સારવાર ડોક્ટર પાસે લઈ લેવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.