ETV Bharat / state

કચ્છના કુકડસર ગામમાં 72મા વન મહોત્સવની ઉજવણી, શિક્ષણ પ્રધાને વાંકોલધામમાં કર્યું વૃક્ષારોપણ

દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તે હેતુસર રાજ્યના તત્કાલીન કેન્દ્રિય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીએ વર્ષ 1950માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વન મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે આજે કચ્છમાં મુન્દ્રા તાલુકાના કુકડસર ગામમાં આવેલા વાંકોલધામ ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના (Education Minister Bhupendrasinh Chudasama) અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 72મા વન મહોત્સવ (Forest Festival)ની ઉજવણી કરવામાં આવી હતી.

કચ્છના કુકડસર ગામમાં 72મા વન મહોત્સવની ઉજવણી, શિક્ષણ પ્રધાને વાંકોલધામમાં કર્યું વૃક્ષારોપણ
કચ્છના કુકડસર ગામમાં 72મા વન મહોત્સવની ઉજવણી, શિક્ષણ પ્રધાને વાંકોલધામમાં કર્યું વૃક્ષારોપણ
author img

By

Published : Aug 14, 2021, 4:47 PM IST

  • કચ્છમાં મુન્દ્રા તાલુકાના કુકડસર ગામ ખાતે જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી
  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના (Education Minister Bhupendrasinh Chudasama) અધ્યક્ષ સ્થાને કરવામાં આવી ઉજવણી
  • કોરોના કાળમાં લોકોને પ્રાણવાયુની સાચી કિંમત બધાને સમજાઈ છે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કચ્છઃ જિલ્લાના મુન્દ્રા તાલુકાના કુકડસર ગામના વાંકોલધામ ખાતે 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષણ પ્રધાનને કચ્છી સાલ, કચ્છી પાઘ અને છોડનો રોપો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના અગ્રણીઓને પણ છોડના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ અંગે શ્રેષ્ઠ કામગરી કરનાર લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

આ પણ વાંચો- રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર

વર્ષ 2004થી ઉજવણીની શરૂઆત શરૂ થઇ હતી

ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ દર વર્ષે ઉજવાતો હતો, પરંતુ દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસ્તરીય પાટનગરમાં જ સિમિત ન રાખતા રાજ્યના આ ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ 2004થી કરી હતી. તો ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને આગળ લઈ જતાં વર્ષ 2020 સુધી કુલ 20 સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી હતી.

8 નગરપાલિકા, 33 જિલ્લાઓમાં ઉજવણીનું કરાયું આયોજન

ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા 72મા વન મહોત્સવ દરમિયાન 8 મહાનગરપાલિકા, તમામ 33 જિલ્લાઓ આજે એક સાથે વન મહોત્સવ (Forest Festival)ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 250 તાલુકાઓ અને 5,200થી પણ વધારે ગામોમાં જનભાગીદારીથી વૃક્ષારોપણ અને વન મહોત્સવ (Forest Festival)ની ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં 10 કરોડ અને 10 લાખ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિક્ષણપ્રધાને પણ વાંકોલધામમાં વૃક્ષારોપણ કર્યું

આ પણ વાંચો- USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર

વાંકોલધામના પ્રાંગણમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama)એ તથા અન્ય અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને અહીં 1,111 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઔષધીય વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી હતી.

કોરોના કાળમાં લોકોને પ્રાણવાયુની સાચી કિંમત બધાને સમજાઈ છે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama)એ પોતાના સબોંધનમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકોને પ્રાણવાયુ ઓક્સિજનની સાચી કિંમત બધાને સમજાઈ છે. ફૂલ, ઝાડ એ નિર્જિવ નથી. બિયારણથી લઈને વૃક્ષ મોટું થાય છે એ સજીવ છે અને વૃક્ષ કાપવાનો કોઈને અધિકાર નથી. વૃક્ષારોપણ કોઈ એક વ્યક્તિ કરે એના કરતાં આખું ગામ, જિલ્લો, રાજ્ય, દેશ વૃક્ષારોપણ કરે તો તેનો લાભ તમામ વ્યક્તિઓને થાય. આ ઉપરાંત વૃક્ષોનો ઉછેર કરવો એ માત્ર સરકાર કે સંસ્થાઓનું કામ નથી, પરંતુ દરેક વ્યક્તિએ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ ઉપરાંત તેનું ઉછેર કરવું જોઈએ.

વૃક્ષારોપણ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

શિક્ષણપ્રધાન અને અન્ય ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા 11 લાભાર્થીઓને CFP DCP ચેક વિતરણ કરાયા હતા. આ ઉપરાંત વૃક્ષારોપણ અને ઉછેર અંગે શ્રેષ્ઠ કામગરી કરનાર 7 સંસ્થાઓ અને લોકોને પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

વિવિધ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર પ્રવીણ ડી કે, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, ભૂજ મત વિસ્તારના ધારાસભ્ય નીમા આચાર્ય, ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતી મહેશ્વરી, માંડવી-મુંદ્રા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્ર જાડેજા, મુખ્ય વન સંરક્ષક અનિતા કર્ણ, મુન્દ્રા પ્રાન્ત અધિકારી કે. જી. ચૌધરી, નાયબ વન સંરક્ષક એસ એસ મુંજાવર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પ્રજાપતિ, તથા ભાજપના અગ્રણી અનિરુદ્ધ દવે, કુકડસર ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ રબારી ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દરેક લોકોને વૃક્ષારોપણ કરવા અપીલઃ શિક્ષણ પ્રધાન

શિક્ષણ પ્રધાને અહીં જણાવ્યું હતું કે, મનુષ્યના જીવનમાં જળ, અગ્નિ તથા વાયુનું મહત્વ પરમાત્માએ ખૂબ જોડ્યું છે એને સુધારવું, જાળવી રાખવું એ આપણી ફરજ છે. પહેલાં હજારોમાં વૃક્ષોનું વાવેતર થતું હતું ત્યારબાદ લાખોમાં થયું અને હવે કરોડોની સંખ્યમાં વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. લોકોને અપીલ કરું છું કે આપણા જીવનમાં સારા નરસા પ્રસંગો આવતા હોય છે ત્યારે જન્મદિવસ હોય કે મૃત્યુતિથી ત્યારે આપણે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરીએ.

લોકો વાવેલા વૃક્ષોનું રોપણ કરી ઉછેર પણ કરે

તો કચ્છના મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું હતું કે, આ વખતે અમે 51 લાખ બીજનું વિતરણ કરીએ છીએ અમે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ઔષધીઓના બીજનું વિતરણ વધારે કરવામાં આવી રહ્યું છે. લોકોને અપીલ કરીશ કે લોકો વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાય અને તેનું ઉછેર પણ કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.