કચ્છઃ કોરોનાના કહેર વચ્ચે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. જો કે અનલોક બાદ લોકો ધીમેધીમે પોતાના વેપાર ધંધા તરફ વળી રહ્યાં છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મળી રહી છે. માત્ર ખેતી આધારિત આવક ધરાવતા રાપર તાલુકામાં 97 ગામો અને 227 વાંઢ વિસ્તારના 36 ગામોમાં મનરેગાના કામો થઈ રહ્યા છે. ગેડી, ત્રંબૌ, જાટાવાડા, કલ્યાણપર, આણંદપર, વૃજવાણી, રામવાવ, શિરાંની વાંઢ સહિતના ગામોમાં મનરેગા હેઠળ 49 કામો શરૂ કરવામાં આવ્યાં છે. જે યોજના અંતર્ગત 3674 લોકો દરરોજ રોજગારી મેળવી રહ્યાં છે.
કચ્છના રાપરમાં મનરેગાના 49 કામો શરૂ, લોકોને મળી રોજગારી - Manrega scheme
કોરોનાની આ સંકટની ઘડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે મનરેગા યોજના તેમના માટે આર્શિવાદ રુપ બની છે. કચ્છના રાપર તાલુકમાં મનરેગા હેઠળ 49 કામો શરૂ કરવામાં આવ્યાં છે.