ETV Bharat / state

કચ્છ રવાપર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 ઘાયલ - કચ્છના નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયો એક ગમખ્વાર અકસ્માત

કચ્છ : નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે અકસ્માત થયો હતો. માંડવીના સલાયાની મહિલા-બાળ દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ અને ખાનગી કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જયારે 12થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમા 2 યુવકોના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જયારે 1 વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

kutch
કચ્છ
author img

By

Published : Dec 29, 2019, 8:55 PM IST

Updated : Dec 29, 2019, 9:57 PM IST

નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર દુર્ઘટનામાં ઈસુઝુ કારમાં ઘડાણી ગામના સચિન જોશી અને અન્ય એક કર્મચારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે સલાયાની ખતુબાઈ આદમ તુર્ક નામની 70 વર્ષીય મહિલાનું નખત્રાણામાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેમજ અન્ય 12 લોકોને નાની-મોટી ઈજા સાથે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતા.

કચ્છ રવાપર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 ઘાયલ

માહિતી મુજબ ઈસુઝુ કારમાં સવાર 3 પૈકી 2 કર્મચારીના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જયારે જીપમાં સવાર મહિલા-બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતાં. સલાયાના મહિલા-બાળકો દયાપર નજીક આવેલી કોરા શરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતાં.

kutch
કચ્છ રવાપર પાસે ગમખ્વાર અકસ્માતમા 3ના મોત 10થી વધુ ઘાયલ

Intro:કચ્છના નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલાંએક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 70 વર્ષિય વૃધ્ધ સહિત 3 લોકોના મોત થયા છે. જયારે ૧૨થી વધુ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતમા બે યુવકોના સ્થળ પર મોત નીપજ્યાં હતા. હતા જયારે એકનુ સારવાર દરમિયાન મોત નિપજયુ છે Body:

કચ્છ ના માતા ના મઢની ખાણમાં કામગીરી કરતી ખાનગી કંપનીના કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર અને માંડવીના સલાયાની મહિલા-બાળ દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો.

દુર્ઘટનામાં ઈસુઝુ કારમાં સવાર ઘડાણી ગામના સચિન જોશી અને અન્ય એક કર્મચારીનું મોત સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે, સલાયાની ખતુબાઈ આદમ તુર્ક નામની 70 વર્ષિય મહિલાએ નખત્રાણામાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. અન્ય 12 લોકોને નાની-મોટી ઈજા સાથે ભુજ જી.કે. જનરલ ખસેડાયાં છે ઈજાગ્રસ્તોમા સુરેશભાઈ, રહેમતબાઈ ભડાલા (ઉ.વ.60), સારાબાઈ હુસેન મંધરા (ઉ.વ.35), ફાતમાબાઈ મામદ હુસેન સુમરા (ઉ.વ.60), એમણાબાઈ તૈયબ મંધરા (ઉ.વ.55), રૂકૈયાબાઈ ઉમર સુમરા (ઉ.વ.55), નૂરજહાઁબાઈ ઓસમાણ ગની (ઉ.વ.46), નસરીન હુસેન સિધિક (ઉ.વ.30), નરગિસ કરીમ દોસાણી (ઉ.વ.40), મજીદ આમદ ખલીફા (ઉ.વ.50) અને અન્ય બે બાળકો. રહે. તમામ સલાયા, માંડવી નો સમાવેશ થાય છે

માહિતી મુજબ ઈસુઝુ કારમાં સવાર ત્રણ પૈકી બે કર્મચારીના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જયારે જીપમાં સવાર મહિલા-બાળકોને હોસ્પિટલે ખસેડાયાં છે. સલાયાના મહિલા-બાળકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતા. બનાવ અંગે વધુ વિગતોની રાહ જોવાય છે.Conclusion:
Last Updated : Dec 29, 2019, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.