ETV Bharat / state

Lightning Strike: ભચાઉના કંથકોટમાં વીજળી પડતાં 18 બકરીના મોત

કચ્છમાં બે દિવસ હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છના વાગડ પંથકમાં વરસાદ પડ્યો હતો તો ભચાઉ તાલુકાના કંથકોટ ગામમાં આકાશી વીજળી (Lightning Strike) પડતાં 18 બકરીનું મોત નિપજ્યું જ્યારે 10 ઘાયલ થઈ હતી.

Lightning Strike: ભચાઉના કંથકોટમાં વીજળી પડતાં 18 બકરીના મોત
Lightning Strike: ભચાઉના કંથકોટમાં વીજળી પડતાં 18 બકરીના મોત
author img

By

Published : Jun 29, 2021, 2:15 PM IST

  • ભચાઉના કંથકોટમાં વીજળી પડતાં (Lightning Strike) 18 બકરીના મોત
  • વરસાદથી બચવા ઝાડ નીચે આશરો લીધો અને વીજળી પડી
  • 40 ફૂટ દૂર ઉભેલા પશુપાલકનો આબાદ બચાવ

    ભચાઉ:કચ્છમાં બપોર બાદ રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું અને ખેંગારપર,રામવાવ, કુડા, વનોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદથી ઠંડક અનુભવી હતી તો બીજી તરફ ભચાઉના કંથકોટ વાડી વિસ્તારમાં વીજળી (Lightning Strike) મૂંગા પશુઓ માટે જીવલેણ સાબિત થઇ હતી અને 18 બકરીનું મોત થયું હતું.

    વરસાદથી બચવા ઝાડ નીચે આશરો લીધો અને વીજળી પડી

    કંથકોટ ગામની સીમમાં ગામના માલધારી ગોવિંદ કરશન રબારી પોતાના અને અન્યની માલિકીની 50 જેટલા બકરી ચરાવતા હતાં તે દરમિયાન વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા વડના ઝાડ નીચે બકરીના ધણ સાથે આશરો લીધો હતો તે સમયે અચાનક વીજળી પડતાં (Lightning Strike) 18 બકરીનું મોત નિપજ્યું હતું.

    આ પણ વાંચોઃ West Bengal: વીજળી ત્રાટકતા 27 લોકોના મોત

બકરીના મોત થતાં ગોવાળ પર જાણે આભ તૂટ્યું

વીજપ્રપાતના કારણે (Lightning Strike) મૃત્યુ પામેલા 18 બકરા પૈકી 10 બકરી ગોવિંદની હતી અને બાકીના 8 ગ્રામજનોના હતાં. બાકીની 10 જેટલી બકરી ઘાયલ થઈ હતી અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બકરીના મોત થતાં ગોવાળ પર આભ તૂટી પડ્યું હતું કારણ તે તેને અંદાજે 2,00,000 જેટલું નુકસાન પહોંચ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

40 ફૂટ દૂર ઉભેલા પશુપાલકનો આબાદ બચાવ

આ ઘટના દરમિયાન પશુપાલક વરસાદથી બચવા અન્ય એક ઝાડ નીચે આશરો લઇ ઊભાં હતાં અને તેમનાથી 40 ફૂટ દૂર વીજળી (Lightning Strike) પડી હતી અને તેમનો બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ તળાજાના દિહોર ગામે વિજળી પડતા 3 ભેંસના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.