કચ્છઃ જિલ્લામાં 223 સખીમંડળની 865 જેટલી બહેનો છેલ્લા બે મહિનાથી માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં સખીમંડળ દ્વારા રૂપિયા 10માં કાપડ માસ્ક તૈયાર કરવામાં આવે છે અને આ કામગીરી દ્વારા પ્રતિ બહેન 300થી 350 રૂપિયા ઘર બેઠા રોજગારી મેળવી રહે છે. લોકડાઉનમાં સખીમંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક, રોજગારી સાથે માસ્કની જરૂરિયાત પણ પૂરી પાડી - કોરોના વાયરસ ગુજરાત
કોરોના મહામારી વચ્ચે માસ્કનો ઉપયોગ અને અનિવાર્યતા વધી છે, ત્યારે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત નોંધાયેલ સખી મંડળની બહેનો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 14.72 લાખ માસ્ક બનાવવાનો ઓર્ડર ગ્રામ પંચાયત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કંપની દ્વારા આપવામાં આવ્યો છે.
![કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક, રોજગારી સાથે માસ્કની જરૂરિયાત પણ પૂરી પાડી Sakhi Mandal in Kutch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7285203-849-7285203-1590041165384.jpg?imwidth=3840)
કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક